Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 46
________________ ૩૩૦ ] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા માત્ર છે, એવા ઉત્તમ મનુષ્ય અને વર્ષા કરવાવાળે મેઘએ બે જગતમાં બહુ દુર્લભ છે. - જે લેકે માત્ર શબ્દગૌરવપૂર્વક બીજાઓને બોધ દેવામાં કુશલ હોય છે, પણ પોતે પોતાને એ ઉપદેશથી વિનાકારણ જ મુક્ત સમજે છે, એવા લોકોને ઉપદેશ નિરર્થક સિદ્ધ થાય છે અને તેનાથી વસ્તુતઃ કાંઈ લાભ થતો નથી. આજના મોટા ભાગના ઉપદેશકે, શિક્ષક, અધિકારીઓ અને નેતાઓમાં આ દેષ સાંભળવામાં આવે છે, તેથી જ તેઓ પોતાના ઉપદેશદ્વારા સુધારે કરવામાં જનતાને કુમાગથી હઠાવી સન્માર્ગ પર લાવવામાં નિષ્ફળ નિવડે છે. મૂખ્યત્વે કરીને ઉપદેષ્ટાના અંતરમાં સમતા રમી રહી હોય, માધ્યસ્થભાવ જાગૃત હાય, મત-મમત્વના પક્ષવલને ત્યાગ કર્યો હોય, તે જરુર મધુર વચનથી શ્રોતાના મન ઉપર તેવી જ સારી અસર કરી શકે છે, પરંતુ જે તેના મનમાં જ કેઈ બીજી વાત વસી હોય તે ગતિ કે અગતિ, સીધી કે આડકતરી ટીકાઓ કરી ઉભયના હિતને નુકશાન કરે છે. માટે જ વક્તાએ માધ્યસ્થતા, પક્ષત્યાગ, વિનય અને વચનશુદ્ધિ રાખવાની આવશ્યક્તા માની છે. તત્વજ્ઞાની મહાત્માઓએ આપેલો ઉપદેશ જે વારંવાર વિચારવામાં આવે, તે જ ઉત્તમ ફળ આપે છે. જે પુરૂષ અનાદરથી ઉપદેશના અર્થને ધારે નહિ, તેને તે ઉપદેશ કાંઈ પણ ફળ આપતા નથી. ખાનપાન, રહેઠાણ વિગેરેમાં જેમ માણસોની રુચિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80