________________
પારમાર્થિક લેખસ‘ગ્રહ
[ ૩૩૧
ભિન્ન ભિન્ન હાય છે, તેમ વાંચન કે જ્ઞાનના સંબંધમાં પણ માણસાની રુચિ અલગ અલગ જોવામાં આવે છે.
કોઈ પણ વસ્તુ વાંચી અને સાંભળી એટલે જ્ઞાની અની જવાતું નથી. તે તે વસ્તુઓના સ્વરૂપને અનુભવ કરવાથી જ જ્ઞાની થવાય છે.
આત્માની વાત કરી કંઠે બેસાડવામાં આવે, પણ જ્યાં સુધી આત્માના સમ્યગદશનાદિ ગુણાને પ્રાપ્ત કરવા યથાશક્તિ માર્ગ પકડવામાં ન આવે, ત્યાં સુધી શુષ્ક જ્ઞાનીપણું છે.
મધ્યસ્થ દૃષ્ટિ રાખી મહાત્માઓના સત્સ’ગ કરતાં, તેમણે આપેલા દિવ્ય વિચારરૂપ જ્ઞાનચક્ષુથી ભગવાનના માર્ગ જોનાર જ ખરેખરા માર્ગો પામી શકે છે: ખાકી જાતિ, કુળ, વેષ વિગેરે પર મમત્વ રાખનાર કીપણુ ભગવાનને મા જાણવાને સમર્થ થઈ શક્તા નથી.
રાગ-દ્વેષથી જેમનાં ચિત્ત દૂષિત છે અને મતના
આગ્રહરૂપ ગ્રાહથી ગ્રસાયલા છે, તેમની પાસેથી શાસ્ત્રશ્રવણુ
ウ
કરી ભગવાનના માર્ગ પામવા તે સર્પની પાસેથી-અમૃત
અને મટની પાસેથી શાન્તતા મેળવવા જેવું છે.
એક તરફ મત અથવા ગચ્છના મમત્વ અને બીજી તરફ્ નિર્માળ આત્મતત્ત્વની વાત કરવી, એ ખનતું નથી. જ્યાં મતના મમત્વ હાય, ત્યાં આત્મતત્ત્વનું જાણપણું હાતું નથી. જેમ વૃક્ષના મૂળમાં અગ્નિ ખળતા છતાં વૃક્ષ લીલું રહે તે સાવિત નથી, તેમ મમત્વ અને તત્ત્વની વાત તેને વિસ'વાદ છે. એટલે મમત્વ યથાર્થ તત્ત્વ જાણે અને કહે તે ઉપર કહેલા વૃક્ષના છાંત જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org