Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 56
________________ ૩૪૦ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા આવે છે અને એ ભેદજ્ઞાન થાય ત્યારે સર્વ જડ–પરદ્રવ્ય ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. અનાદિકાળથી આ જીવ પરભાવમાં–પરવસ્તુઓમાં રમણ કરતા આવ્યા છે. પોતાનું શું છે ?, પિતાનું શ્રેય શું કરવામાં છે?, પિતાને આત્મવિકાસ કર યુક્ત છે કે નહિ? અને હોય તે તે કેવી રીતિએ થાય?–એ સંબંધી એને વિચાર જ આવતું નથી. અનાદિકાળના અતઓ વિચારોએ આત્માને એવો છુંદી નાંખે છે કે-હવે તેને પિતાની તરફ મોં ફેરવવાની શુધબુધ રહી નથી. પરકીય પદાર્થોની પરિણતિમાંથી છૂટા થવું એ જ અંતરતરત્વ પ્રાપ્ત કરવા બરાબર છે. આત્માનું અજ્ઞાન-આત્મભાન ભૂલવું તે જ કૃષ્ણ પક્ષ છે, તે જ પુદ્ગલપરાવર્તન છે, તે જ દુષમકાળ છે, તે જ દુર્ગતિને માગે છે, અશાંતિની ઉત્પત્તિ પણ તે જ છે અને રાગ-દ્વેષ, વેર-વિરોધ, વિષય-કષાય સર્વ તેમાંથી જ પ્રગટે છે. ઈન્દ્રિયના નિગ્રહનું ન હોવાપણું, કુલધર્મને આગ્રહ, માનશ્લાઘાની કામના, અમધ્યસ્થપણું-એ સર્વ કદાગ્રહરૂપ છે. તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે, ત્યાં સુધી તેનું કલ્યાણ થાય નહિ. નવ પૂર્વ ભર્યો તોય રખડડ્યો! ચૌદ રાજલોકનું સ્વરૂપ જાણ્યું પણ દેહમાં રહેલા આત્માને ન ઓળખ્યો ! જ્યાં સુધી જીવનું-આત્માનું સ્વરુપ જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતા જન્મ-મરણ કરવાવડે જીવની શું ભૂલ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80