Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 54
________________ ૩૩૮] શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા શરીર એ પણ પરવસ્તુ છે. પરવસ્તુઓને સાચા સુખની સાધનામાં સહાયક બનાવી શકાય છે. દેહ જેને ધર્મોપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે તે પણ ધર્મને માટે જ છે. અનંત વાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે, તે દેહે આત્મવિચાર પામવા ગ્ય જાણું–સર્વ દેહાથની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માઈમાં જ તેને ઉપયોગ, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય હવે જોઈએ. સાચી મુમુક્ષુતા-સાચો મુમુક્ષુભાવ આવ્યા વગર પરવસ્તુને પરવસ્તુ તરીકે ઓળખી શકાતી નથી અને તેને ત્યાગ થઈ શક્યું નથી. એક આત્મા સિવાય–આત્માના ગુણે સિવાય જગતમાં જેટલી દશ્યમાન વસ્તુઓ છે, તે તે બધી પરવસ્તુઓ છે. જગતમાં છ (ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને જીવ) જ દ્રવ્ય છે. તેમાં એક જીવાસ્તિકાય અર્થાત્ આત્માને જ ઓળખવાની પ્રથમ જરૂર છે. ચેતન-આત્માને ઓળખવા માટે જડના સ્વરુપને પણ જાણવું જોઈએ, કારણ કે-એક વસ્તુથી વિરોધી વસ્તુ જાણ્યા વિના વાસ્તવિક જ્ઞાન થતું નથી. છ દ્રવ્યમાં જીવ-આત્મા સિવાય સઘળાં દ્રવ્યે જડ છે અને જે જડ છે તે પરવસ્તુ–પગલિક વસ્તુ છે. ચેતન ફક્ત આત્મા જ છે, તે સસ્વરૂપ આત્માને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80