Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 45
________________ પારમાર્થિક લેખસંગ્રહ [૩૨૯ જેમ જેમ રાગ-દ્વેષને ઉપશમભાવ થાય છે, તેમ તેમ ન્યાયપ્રિયતા ખીલતી જાય છે. ન્યાયપ્રિય મનુષ્ય સત્ય ધર્મને ગ્રહી શકે છે અને અસત્યને ત્યાગ કરી શકે છે. જે મનુષ્ય ન્યાયપ્રિય હેતું નથી તે રાગ-દ્વેષના પક્ષપાતમાં પડે છે. - સત્યની ખાતર સત્ય છે, નહિ કે મને પ્રિય છે અથવા મારૂં છે માટે સત્ય છે. એ અમોઘ ચાવી જે ધ્યાનમાં હોય, તે દષ્ટિરાગ, લેકેષણા, ગાડરીઓ પ્રવાહ, દર્શનમોહ-એ બધાં ઝપાટામાં દૂર થઈ આત્મા પિતાના સનાતન–અનાદિનિધન સત્ ભણું સહેજે વળે. જ્યાં સુધી સાચી વાત કહેવાની તથા સાચી રીતે વર્તવાની આપણામાં હિંમત આવી નથી, ત્યાં સુધી આપણે ઉત્કર્ષ થે કદી પણ સંભવિત નથી. શુદ્ધ આશયથી સ્વ-પરહિતની ચગ્ય તુલના કરતાં જે લાગે તે કહેવામાં તથા કરવામાં જ પુરુષાર્થ છે. વિચક્ષણ બુદ્ધિશાળી માણસના વચનથી તેના ગુણઅવગુણને તેલ નિઃસંશય કરી શકે છે. અમુક વચને કૃત્રિમ છે અને અમુક તેના શુદ્ધ અંતઃકરણના સત્ય છે, એ તારવણી–એ પારખું તેઓ પોતાની બુદ્ધિવડે કરી શકે છે. મહંતતાના અભિમાની એવા વાચાળ મનુષ્ય અને ઘટાટેપ વાદળ ફેલાવતે પણ ખાલી ગર્જના કરતે એ મેઘ તે ઠામ ઠામ છે, પરંતુ જેનું હૃદય કેવળ ધર્મબુદ્ધિથી ભીંજાયું છે, આત્મજ્ઞાને કરી સહિત છે તથા સંસારપરિણામી આત્માઓને સંસારદુઃખથી મુક્ત કરવાની સાચી ઈચ્છા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80