________________
,
૩૨૨]
શ્રી છ. અ. જેના થથમાલા થતાં નાશ પામે છે. સર્વ ગુણે અને વેવીશ તીર્થકરેને માનનારે ગોશાળે એક જ ગુણી ભગવાન શ્રી મહાવીરદેવની વિરાધના કરવાથી અનંત સંસાર ઉપાર્જન કરનારે થયા.
ગુણની આરાધના કબૂલ કરે, પણ ગુણવાની આરાધનાથી વિમુખ રહે કે ગુણવાળા એકની પણ વિરાધના કરે તે પણ તે સંસારચક્રમાં રખડી પડે.
કારણ એ જ કે-ગુણવાનની આરાધના એટલે જ્ઞાનદર્શન–ચારિત્ર (રત્નત્રયી)ની આરાધના અને એ રત્નત્રયીરૂપ ગુણવાનની જે વિરાધના કરે, તે સંસારચક્રમાં રખડી પડે તેમાં નવાઈ નથી.
વસ સ્થાનકાદિ તપ શક્તિના અભાવે નહિ કરવાથી અતિચાર લાગે નહિ. આત્મજ્ઞાન પ્રાપ્ત ગુણાધિકની પ્રશંસા ફરજીયાત હેવાથી તે નહિ કરનારને અવશ્ય અતિચાર લાગે.
વૈયાવચ્ચ આદિ જેમ પદસ્થના કરવાના છે, તેમ સામાન્ય સાધુઓના પણ કરવાના છે. ભરત, બાહુબલી અને વસુદેવજી વિગેરેનું પૂર્વભવનું વૈયાવચ્ચ-વિશ્રામણ-સેવા સાધુ માત્રના અંગે હતું. નાના, મોટા, પદસ્થ, અપદસ્થ, કુટુંબી, અકુટુંબી વિગેરે ભેદ સિવાય વિનય-વૈયાવચ્ચ કરવા જોઈએ.
સાધુને માટે માંદાની માવજત જેમ ફરજીયાત છે, તેમ રત્નત્રય માટેની સહાય તથા પ્રવૃત્તિ પણ ફરજીયાત છે.
એક સાધુ અન્ય સાધુની સહાયની દરકાર ન કરે, પણ અન્ય સાધુએ તે સાધુને સહાય કરવા તત્પર રહેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org