________________
૨૯૨ ]
શ્રી જી. એ. જૈન ગ્રથમાલા. પિતાના આત્માની સ્થિતિ આ જગમાં કેવી છે તેનું પહેલી તકે જ્ઞાન મેળવવાની જરૂર છે.
વૈરાગ્યપૂર્વક કરવામાં આવેલો વિચાર જ સફળ થાય છે, પણ રાગવાળાએ કરેલા વિચાર સફળ થતું નથી. જે સુબુદ્ધિવાળા પુરૂષને દિવસે દિવસે સંસારના સુખની લાલસા પાતળી થતી હોય, તે પુરૂષને વિચાર ફળદાયક થાય છે.
જ્યાં સુધી વૈરાગ્યવાસિત ચિત્ત કરવાને વારંવાર અભ્યાસ પાડવામાં આવતું નથી, ત્યાં સુધી તે અસ્થિર અવસ્થામાં રહી આધ્યાત્મિક માર્ગ તરફ વલણ પકડતું નથી અને તેથી જીવ બહિરાત્મભાવમાં વત્ય કરે છે.
વૈરાગ્ય અને અભ્યાસથી ચિત્તવૃત્તિને નિરોધ થઈ શકે છે. વિષયમાં આસક્તિ નહિ રાખવી તેનું નામ “વૈરાગ્ય’ અને વિષય તરફ જતાં મનને વારંવાર રેકવું તેનું નામ અભ્યાસ.
તત્ત્વબેધને વિકલ્પ થવામાં હેતુભૂત એવી ચિંતા કરવાને જેનામાં સ્વભાવ નથી, તે ગતાનુગતિક પામર પ્રાણુને પ્રશસ્ત વૈરાગ્ય પ્રાપ્ત થઈ શક્તા નથી અને એથી જ મોક્ષના સાધનભૂત માર્ગમાં પ્રવેશ થઈ શક્તા નથી.
વૈરાગ્યવિષયને મૂખ્ય ઉદ્દેશ સ્વવસ્તુ ઓળખાવવાને, તેના ઉપર પ્રેમ ઉત્પન્ન કરાવવાનું અને પરવસ્તુ કયી છે. તેને શોધી તેની સાથે સંબંધ ઓછો કરાવી ધીમે ધીમે તે તેડી નાંખવાને હોય છે.
વૈરાગ્ય વિનાનું જ્ઞાન આત્માની પરમાત્મદશા પ્રગટાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org