Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 32
________________ ૩૦૦] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા જેઓના હૃદય ઉપર મેહની અસર થઈ હાય-મંદતા પામી ન હોય, તેઓનું શાસ્ત્રજ્ઞાન વાદવિવાદને માટે થઈ પડે છે અને મોહ વિનાના વિદ્વાનેએ સંપાદન કરેલ શાસ્ત્રજ્ઞાન તેના આત્માના ઉદ્ધારને માટે થાય છે. - જ્ઞાની પુરૂષોએ તિથિઓની મર્યાદા આત્માથે કરી છે. જે ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હોત તે આવશ્યક વિધિએને નિયમ રહેત નહિ; માટે આત્માથે તિથિની મર્યાદાને લાભ લેવો. બાકી રાગ-દ્વેષની કલ્પના કરી ભંગજાળમાં પડતા આત્માને તે તે આવરણરૂપ થાય છે. પૂર્વાચાર્યોએ જીવોને સ્વભાવ પ્રમાદી જાણીને બબ્બે દિવસને આંતરે નિયમ પાળવાની આજ્ઞા કરી છે. તિથિને માટે ઉપવાસ નથી, પણ આત્માને અર્થે ઉપવાસ છે. હિતકારી શું તે સમજવું જોઈએ. આઠમ વિગેરે તિથિની તકરાર તિથિ અથે કરવી નહિ, પણ લીલેરી આદિના રક્ષણ અર્થે કરવી. અધ્યાત્મની વ્યાખ્યા જણાવતાં શાસ્ત્રકારે કહ્યું છે કેઅરમાનધિન્યવાવાર વારિમા” આત્માને ઉદ્દેશીને જે પાંચેય આચારની સાધના કરવી તેનું નામ અધ્યાત્મ કહેવાય છે. આ વ્યાખ્યા જ જણાવે છે કે-ભાવચારિત્ર ટકાવવાને દ્રવ્યચારિત્રની જરૂરીયાત છે, માટે દ્રવ્યને ભાવનું કારણ માનીને ઉત્તમ નિમિત્તોને સેવવાપૂર્વક પાંચેય આચારને પાળે, તે બધા અધ્યાત્મી કહેવા યોગ્ય છે. જે આત્મા જે છે તે પ્રકાશે એટલે પિતે જાણે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80