________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૩૦૩
મમત્વબુદ્ધિ દૂર થાય છે. એવી બુદ્ધિ થયા બાદ સમ્યગ્દષ્ટિજ્ઞાની જીવ અંતરથી ભિન્નપણે વર્તે છે. અજ્ઞાની જીવ શરીરના ધર્મને જ પાતાના કલ્પે છે, તે ઉપરાંત દુનિયાના પદાર્થોમાં મમત્વબુદ્ધિ કલ્પી શ્લેષ્મમાં માખીની જેમ સંસારમાં લપટાય છે.
મિથ્યાત્વના નાશ થાય છે, ત્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી આત્માની શુદ્ધિ થાય છે અને આત્માની શુદ્ધિથી યાગ સિદ્ધ થાય છે.
સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ એવી જ્ઞાનધારા હોય છે, જે પ્રાપ્ત થયા પછી ચેાગની ધારા પ્રવર્તે છે.
ચેાગની ઈચ્છા રાખનારાને આવશ્યકાદિક ક્રિયા ચાગના કારણરૂપ થાય છે.
સત્પુરૂષોએ જિજ્ઞાસા રાખવી એ ન્યાય છે. જે પુરૂષ ચૈાગના જ્ઞાતા ન હોય પર’તુ ચેાગની જિજ્ઞાસાવાળા હાય, તા પણ કાળાંતરે આત્મજ્ઞાનને પામે છે.
જ્યાં સુધી આત્મજ્ઞાન ન થયું હાય ત્યાં સુધી સંન્યાસત્યાગ કહેવાતા નથી, કારણ કે-આત્મજ્ઞાન વિના વસ્તુતઃ તેનું સ્વરૂપ સાવદ્ય છે.
આત્મજ્ઞાન ન થયું હાય, પરંતુ જો આત્મજ્ઞાન પામવાની સન્મુખતાપૂર્ણાંક આત્મજ્ઞાનને પામવાના સાધના સેવાતાં હાય, તેા ઉપચારથી સંન્યાસ-ત્યાગ કહી શકાય છે.
આત્મા અને પરમાત્મા વિષે જે વિવાદ છે, બુદ્ધિથી કરેલા છે. જ્ઞાની ધ્યાનરૂપી સંધીથી એ
Jain Education International
For Private & Personal Use Only
તે ભેદ
વિવાદને
www.jainelibrary.org