Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 22
________________ ૨૯૦] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા કાર્યકર નિવડતી નથી. શ્રદ્ધાની ભૂખ્યતા અને બુદ્ધિની ગણતા સમજવી. જ્યાં સુધી ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવામાં ન આવે, ત્યાં સુધી સમક્તિની પ્રાપ્તિ થતી નથી. પ્રભુ અત્યારે વિદ્યમાન નથી, પરંતુ તેમના ભાખેલાં સૂત્રે મોજુદ છે. તે સૂત્રોમાં પ્રભુએ કહ્યું છે, તે મુજબ જે આપણે માનીએશ્રદ્ધિએ તે જ પ્રભુની આજ્ઞા માની કહેવાય અને તે જ સમકિતપ્રાપ્તિને યોગ્ય બની શકાય. માનવું અને પાળવું-એ બે વસ્તુ એક નથી. માનવું એટલે પાળવાની હાદિક ભાવના અને પાળવું એટલે અખલિત જીવન ગાળવું. આ ભાવના ત્યારે જ ટકી શકે કેજ્યારે શ્રદ્ધાભાવિત હૃદય હેય. દુનિયાના તમામ ધર્મશાસ્ત્રોમાં પારદર્શિતા મેળવવામાં આવે, પણ જે પોતાના કર્તવ્યો સમજવામાં ન આવે, પોતાનું ખરું ધ્યેય ધ્યાનમાં લેવામાં ન આવે, પિતાની દષ્ટિ આત્મસ્વરૂપને અભિમુખ કરવામાં ન આવે, તે તે ગમે તેટલી વિદ્વત્તા–ગમે તેટલી શાસ્ત્ર પારદશિતા પણ ફેગટ છે. જ્યારે એક વિદ્વાન ગણાતા મનુષ્યને અશુદ્ધ વ્યવહારમાં પ્રવર્તત દેખવામાં આવે, ત્યારે સમજવું કે-તેનું જ્ઞાન હજુ પ્રથમ પંક્તિ ઉપર જ છે. પ્રવૃત્તિમાં આત્માને લાભઅલાભને સદ્ભાવ જ્યાં સુધી તેના જ્ઞાનને વિષય થાય નહિ, ત્યાં સુધી જ્ઞાન આડંબર માત્ર રહે છે અને તેવા જ્ઞાનને શાસ્ત્રકાર અનેક પ્રસંગે અજ્ઞાન જ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80