Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 25
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૯૩ શક્ત નથી. પ્રથમ સાધનદશામાં વૈરાગ્યથી ભેદજ્ઞાનની પુષ્ટિ થાય છે અને ભેદજ્ઞાનથી સ્વ-પરનો ભેદ ભાસે છે અને તેથી આત્મા સંવરભાવમાં રમે છે. વિવેક તથા વૈરાગ્ય આદિ સાધનથી તિણ કરેલી અને સુખ-દુઃખાદિક સહન કરવામાં ધીરજવાળી બુદ્ધિથી આત્માના તત્વને સારી પેઠે વિચાર કરનાર પુરૂષ નિજસ્વરૂપને પ્રાપ્ત કરે છે. , પર્યાયદૃષ્ટિ વિરક્તભાવ ઉત્પન્ન કરવાને ઉપગી છે, જ્યારે દ્રવ્યદષ્ટિ સ્વરવરૂપમાં સ્થિરતા કરવાને અદ્વિતીય કારણ છે. અધ્યાત્મશાસ્ત્ર પિતે કેણ છે?, તેનું સ્વરૂપ શું ?, તેને વિષય-કષાયાદિ સાથે સંબંધ કેવો છે?, શા કારણથી છે?, કેટલા વખત સુધીને છે?, આત્માનું સાધ્ય શું છે?, તે કેમ અને ક્યારે પ્રાપ્ત થાય?, વિગેરે વિષયો ચર્ચે છે. અધ્યાત્મશાસ્ત્રને ઉદ્દેશ વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાનું જ છે, જેથી એની જિજ્ઞાસાવૃત્તિ સર્વ મુમુક્ષુઓને હેવી જોઈએ. જે પુસ્તકો-ગ્રંથે આપણને સૌથી વિશેષ ઉત્સાહ આપે, જે આત્માને ઉન્નત થવાને સૌથી વિશેષ નિશ્ચયવાળા બનાવે તથા જેમાં પારમાર્થિક ચિંતન અને આચરણમાં જોડવાને પ્રેરક હય, તે જ ઉત્તમ ગ્રંથ છે. જે તમારા જ્ઞાન અને ચારિત્ર્યને વિકાસ કરે હોય તે જ્ઞાનવર્ધક ગ્રંથ અને ઉત્તમ ચરિત્રો ધ્યાનપૂર્વક વાંચે તથા તેમાંથી નીતિ અને આધ્યાત્મિક્તાને વર્તનમાં ઉતારી જીવનમાં મેળવી લેતાં શીખો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80