Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 13
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૮૧ જેમ કેઈ જળાશયમાં કોઈ કાચબો તદાસક્ત થઈને રહેતા હોય છે અને જળાશયનું જળ સેવાળ તથા કમળના પત્રોથી છવાયેલું હોવાથી પેલા કાચબાને પાણી ઉપર આવવાનું છિદ્ર મળી શકવું ઘણું મુશ્કેલ હોય છે, તેમ સંસારરૂપી જળાશયમાં જીવરૂપી કાચબાને સભ્યત્વરૂપ છિદ્ર હાથ લાગવું એટલું જ મુશ્કેલ છે. જેમ કલિકાલમાં બેધિબીજ (સમકિત)ની પ્રાપ્તિ થવી, તેમ મરૂદેશમાં કલ્પવૃક્ષની ઉત્પત્તિ, નિર્ધન સ્થિતિમાં નિધાન અને દુષ્કાળમાં દુધપાકનું ભોજન સમજવું. “નિરણથં જ પળે v -“શ્રી જિને શ્વરદેવે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું છે. આત્માના આવા પરિણામનું નામ સમ્યકત્વ કહેવાય છે. આ ગુણ અનંતાનુબંધી કષાય વિગેરે સાત પ્રકૃતિઓના ક્ષપશમ, ઉપશમ અથવા ક્ષયથી પ્રગટ થાય છે. એમ થયા વિના વસ્તુતઃ આ ગુણ પ્રગટ નથી. સાત પદાર્થો ઉપર શ્રદ્ધારૂપ આત્મપરિણતિની વ્યાપ્તિ તે “તત્વાર્થ શ્રદ્ધાન.” તે જ્યારે સમ્યત્વ હેાય ત્યારે જ પ્રગટે છે, જેથી વસ્તુતઃ શ્રદ્ધાન એ સમ્યક્ત્વનું કાર્ય છે, તે પણ તેને સમ્યકત્વરૂપ કારણને ઉપચાર કરીને સમ્યકત્વ કહેવામાં આવ્યું છે. સમ્યગ્દર્શનના લક્ષણમાં મૂકાયેલ “તત્ત્વ શબ્દથી કેવળ અર્થથી “અઝદાર' એ સમ્યગદર્શનની વ્યાખ્યા નથી, પરંતુ “તરાઈ બદામ' તસ્વરૂપ અર્થોની-પદાર્થોની શ્રદ્ધાઃ એટલે જે જે પદાર્થો તવરૂપ છે, વાસ્તવિક રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80