________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૮૩ જ્યારે તવાઈશ્રદ્ધાનરૂપ સમ્યત્વ ઉપજે, ત્યારે તેને મેક્ષની અભિલાષા–સાચે મુમુક્ષુભાવ હોય છે. ચેથા અને ચૌદમા ગુણસ્થાનકની શ્રદ્ધા એક જ છે. માત્ર તેમાં જ્ઞાન અને વર્તનમાં ફેર છે. | સર્વ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે. સાચે મુમુક્ષુભાવ આવા દુષ્કર છે, તે અનંતકાળથી અભ્યસ્ત મુમુક્ષતા માટે તેમ હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી.
સમ્યગ્દર્શનના શમ-સંવેગાદિ જે પાંચ લક્ષણોને નિર્દેશ કરવામાં આવ્યા છે, તે પાંચેય (શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય) લક્ષણે યદ્યપિ સમકિતવંત આત્મામાં હોવા જ જોઈએ, તથાપિ શમ–સંવેગાદિ પ્રથમના ચાર લક્ષણે કદાચ કેઈ તેવા કર્મોદયજન્ય નિરૂપાયના પ્રસંગામાં ન્યૂનપણે દષ્ટિગોચર થાય, તેટલા માત્રથી સમ્યગદર્શન નમાં ક્ષતિ માનવાનું સાહસ કરવું ઉચિત નથી.
શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા-એ ચારેય લક્ષણે પૂર્ણ કટિએ કેઈ આત્મામાં દૃષ્ટિગોચર થતાં હોય, પરંતુ “આસ્તિક્ય લક્ષણમાં ખામી હોય, તે શમ-સંવેગાદિ ઉચ્ચ કક્ષાના હોવા છતાં તે આત્મામાં સમ્યગ્દર્શનને પ્રાયઃ અભાવ છે.
જે આસ્તિક્ય નામના પંચમ લક્ષણમાં એક અક્ષર માત્ર પણ અરૂચિ-અશ્રદ્ધાન થાય, તે તે આત્મા સમ્યગ્ર દર્શનથી ભ્રષ્ટ થઈ જાય છે. કેઈ અપેક્ષાએ એમ કહેવામાં આવે છે કે–આસ્તિક્યા વિનાના શમ-સંવેગાદિ લક્ષણે આત્મિક વિકાસ માટે નિરર્થક છે તે તે કથન અસંગત નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org