Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ૨૮૨ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા પિતાના સ્વરૂપમાં રહેલ છે, તે તે જીવ, અજીવ, પુણ્ય, પાપ વિગેરે અને સ્વીકારવારૂપ શ્રદ્ધા. આ સમ્યગ્દર્શનનું ફલદર્શક લક્ષણ છે, એટલે કે સમ્યગ્દર્શનના ફળને દેખાડવાવાળું –પમાડવાવાળું આ લક્ષણ છે. તરવરૂપ અર્થોની શ્રદ્ધા એ પણ સ્વયં સમ્યગદર્શનરૂપ નથી કે સમ્યગ્દર્શનનું સ્વતંત્ર સ્વરૂપ નથી, કિન્તુ અનાદિકાળથી જે સુષુપ્ત આત્મસ્વરૂપ પરિણામ, મિથ્યાત્વમેહનીય કર્મના ક્ષય, ક્ષાપશમ યા ઉપશમથી તેવા પ્રકારની જાગૃતિને પામે છે, તેને “સમ્યગદર્શન' કહેવાય છે. તેનું બાહ્ય ચિહ્ન-કાર્યરૂપ લિંગ તત્ત્વાર્થ શ્રદ્ધા છે. માન્યતા અને શ્રદ્ધાનમાં ફરક સમજવાને છે. માન્યતા એ નીચી કેટિની વસ્તુ છે, જ્યારે શ્રદ્ધાન એ માન્યતાને પરિપાક લેવાથી ઉંચી કેટિની વસ્તુ છે. માન્યતા એ મનુષ્યના અમુક પ્રકારના મનને ભાવ જ સૂચવે છે, જ્યારે શ્રદ્ધાન મનુષ્યના આત્મા ઉપર અજવાળું પાડનાર દિવ્ય પ્રકાશ છે. શ્રદ્ધાનો ઉદય થતાં જીવ અને દેહનું આત્મસ્પર્શી વિવેકજ્ઞાન ક્રુરી ભેદજ્ઞાન થાય છે. એ ભેદજ્ઞાનનું થવું એ જ “સમ્યગદર્શન' કહેવાય છે. જેવી આસક્તિપૂર્વકની માન્યતા પિતાના શરીર ઉપર અને માતા, પિતા તથા સાંસારિક વસ્તુઓ ઉપર હોય છે, તેવી અડગ માન્યતા આત્મા અને શરીરની ભિન્નતા ઉપર બંધાય ત્યારે તેને શ્રદ્ધાન થયું કહેવામાં આવે છે. ચતુર્થ ગુણસ્થાનકવું જે ગૌરવ શાસ્ત્રોમાં બતાવ્યું છે, તે આવી શ્રદ્ધાને અવલંબે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80