Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 7
________________ પારમાર્થિક લેખસંગ્રહ [૨૭૫ આચરે તે નિરપેક્ષ-જુ વ્યવહાર છે અને જ્યાં જુ વ્યવહાર છે ત્યાં ધમ હેતે નથી. જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ જતું નથી, નિશ્ચયના અનુભવમાં મદદગાર થતું નથી, તે વ્યવહાર શુદ્ધ નથીઃ અથવા નિશ્ચયના લક્ષ વગરને વ્યવહાર તે અસદ્દભૂત વ્યવહાર છે. વ્યવહારહેતુ વ્યવહાર અને પરમાર હેતુ વ્યવહાર એટલે વ્યવહારના માટે સેવાતો વ્યવહાર અને પરમાર્થની પ્રાપ્તિ અર્થે સેવાતે વ્યવહાર-એ બેમાં ભેદ છે. ભગવાનની આજ્ઞાને આત્મસાત્ કરી સમ્યગ્દર્શનપૂર્વક આચારમાં મૂકાતો વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર હાઈ પરમાર્થનું કારણ છે. પહેલો સાધ્યશૂન્ય હાઈ ત્યાજ્ય છે, જ્યારે બીજો આદરણીય છે. જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વ પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયના આશ્રયવડે પામ્યા છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ હોતી નથી. વ્યવહારરત્નત્રયથી નિશ્ચયરત્નત્રય પ્રગટ થાય છે. આ રત્નત્રય (જ્ઞાન-દર્શનચારિત્ર) વિના કોઈને કોઈ પણ કાળે પિતાના પરમ શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ થતી નથી, એ જ્ઞાનીઓને દઢ નિશ્ચય છે. સંયમ–આચરણ ચારિત્ર એ વ્યવહારરૂપ છે અને સ્વરૂપાચરણ ચારિત્ર એ નિશ્ચયરૂપ છે. સંયમ-આચરણ ચારિત્ર વિના કેવળ સ્વરૂપાચરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 80