________________
૧૨ • પરિશીલન છે, એટલે તે અતિથિધર્મ બજાવે કે આગન્તુકના પુણ્યપાપનું લેખું લે ? આ બધું વિચારતાં કોઈ એમ નહિ કહી શકે કે અત્રે યમનો અર્થ કોઈ દેવવિશેષ બંધબેસે છે. ત્યારે કયો અર્થ બંધબેસતો છે? – એ પ્રશ્ન તો રહે જ છે. એનો સરળ અને સીધો ઉત્તર એ છે કે અત્રે યમ એટલે અધ્યાત્મજ્ઞાતા સદ્દગુરુ અગર અંતરાત્મા. સાધકને સાધનાની પ્રક્રિયામાં સદ્ગુરુ જ પ્રથમ બોધદાતા અને માર્ગદર્શક બને છે. કોઈ ખાસ દાખલામાં એમ પણ અનુભવાય છે કે બહારના કોઈ સદ્ગુરુના યોગ સિવાય પણ સાધક પૂર્વસંસ્કારવશ પોતાની ઉગ્ર તપસ્યાને બળે અંતરાત્મામાંથી આધ્યાત્મિક બોધની પ્રેરણા મેળવે છે. તેથી યમના ઉપર સૂચવેલા બંને અર્થો સાધના માર્ગમાં બંધબેસે છે.
આ કથનનો સાર એ છે કે નચિકેતાવમ સંવાદ એ એક પ્રતિભાશીલ કવિએ યોજેલ કાલ્પનિક સંવાદ છે, પણ તે ધાર્મિક તેમ જ આધ્યાત્મિક જિજ્ઞાસાના ઉત્ક્રાંતિક્રમવાળા એક પુરાણ યુગવિશેષનું હૂબહુ ચિત્ર રજૂ કરે છે, જે કંઈક આવું છે : સંસ્કારોના ત્રણ થો
વૈયક્તિક તેમ જ સામાજિક જીવનમાં સંસ્કારોના ત્રણ થર છે : પહેલો થર મોટે ભાગે સર્વસાધારણ હોય છે, જેમાં પરંપરાગત રૂઢ બની ગયેલ વિવેકશૂન્ય ક્રિયાકાંડી પ્રણાલીઓ પ્રવર્તતી હોય છે. સામાન્ય રીતે મનુષ્ય એ જ થરમાં જન્મી તેમાં પોષાય છે ને ઊછરે છે. તેથી એ થર જીવનક્રમમાં પિતાસ્થાને છે. બીજો થર સત્ય, જિજ્ઞાસા અને વિવેકનો હોઈ પ્રથમ થરથી જુદો પડે છે અને તે મનુષ્યને સત્યરુષાર્થ વિના જપવા દેતો નથી. તેથી તે પિતાથી જન્મેલ, પણ તેથી જુદી દિશામાં જતા પુત્રને સ્થાને છે. ત્રીજો સ્તર સપુરુષાર્થની પૂર્ણ સિદ્ધિનો છે. તેથી તે સદ્ગુરુસ્થાને છે અગર અંતરાત્માના પ્રાકટ્યને સ્થાને છે. વાજશ્રવત્ એવા પિતૃથરનાં, નચિકેતા પુત્રથરનાં અને યમ સદ્ગુરુ અગર અંતરાત્માથરનાં પ્રતીકો માત્ર છે.
એ અનુભવ છે કે સામાન્ય માણસ રૂઢ અને સ્થૂળ સંસ્કારોમાં જન્મી તેનાથી પોષાઈને પણ ક્યારેક સત્ય જિજ્ઞાસા અને સૂક્ષ્મ વિવેકની તાલાવેલીથી પૂર્વનું સંસ્કારચક્ર ભેદી આગળ વધે છે અને છેવટે કાં તો સદ્ગુરુ પાસેથી સત્યંદન પામે છે અને કાં તો ઉપરનું આવરણ સરી જતાં સ્વયમેવ અંતરાત્માની પ્રતીતિ કરે છે. સાધના અને ઉત્ક્રાંતિનો આ ક્રમ દર્શાવવો તે જ નચિકેતા ઉપાખ્યાનનો હેતુ છે, એમ આખ્યાનનું મનન કરનારને જણાયા સિવાય નહિ રહે.
શિષ્ય આચાર્ય પાસે જઈ ઉપનયનસંસ્કાર લઈ વિદ્યા મેળવે અને નવો જન્મ પામે અગર દ્વિજત્વ સાધે એ ભાવ પણ આ આખ્યાનથી સૂચવાય છે. એ ગમે તેમ ઘટાવીએ, પણ દરેક દેશ, દરેક જાતિ અને કાળમાં લાગુ પડે એવો આ આખ્યાનનો ભાવ તો ટૂંકમાં એ જ છે કે માણસને જન્મથી જે સંસ્કારો વારસામાં મળ્યા હોય તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org