________________
મૂળ જ નથી ત્યાં શાખા ઉગવાની વાત જ ક્યાં રહી ?
- એક વખત ઇશ્વર બની ગયા પછી વારંવાર જેને આ ધરતી પર અવતરવું પડે-વારંવાર જન્મ / મરણના ફેરા કરવા પડે-પુનઃ પુનઃ માની કુક્ષીમાં અસહ્ય વેદના સહન કરવી પડે...શું એને ઇશ્વર કહેવાય ? આને તો અનંતશક્તિમાન ગણાતા ઇશ્વરની કર્મસત્તાએ કરેલી ક્રૂર મજાક કહેવાય. અસ્તુ !
જ્યોર્જ બર્નાર્ડ શોના જીવનનો એક અતિપ્રસિદ્ધ પ્રસંગ છે.
મહાત્મા ગાંધીના સુપુત્ર દેવીદાસ ગાંધીની એક વખત બર્નાર્ડ શો સાથે મુલાકાત થઇ. બર્નાર્ડ શો સારા ચિંતક ગણાતા. દેવીદાસે એમની સાથે ઘણી બધી વાતો કર્યા પછી એક પ્રશ્ન કર્યો: આવતા જન્મમાં તમે ક્યા ધર્મના ફેમિલીમાં જન્મ લેવા માંગો છો ? શો પાસે જવાબ હાજર જ હતો. તેઓ તરત બોલ્યા: I wish to be born after death in a Jain family.
ગાંધીએ પૂછ્યું: Why ? બર્નાર્ડ શોનો જવાબ બહુ માર્મિક હતો.
The right of Godsheep is given to each & everyone, why should I not be a candidate for it.
ટૂંકમાં, જૈન દર્શનમાં હરકોઇ યોગ્ય આત્માને પરમાત્મા બનવાનો અધિકાર છે. આજના ભારતમાં લગભગ ક્ષેત્રોમાં જેમ ગાંધી-નહેરૂ પરિવારની બોલબાલા છે...એવું જૈન દર્શનમાં નથી. એકના એક પરમાત્મા યુગોના યુગો સુધી, ભવચક્ર સુધી ધરતી પર શાસન-અનુશાસન કરી શકતા નથી. એક પરમાત્માનું મોક્ષગમન થયા પછી પુનઃ નવા પરમાત્મા આ ધરતી પર જન્મ લ્ય છે..આમ નવા નવા પરમાત્માની પરંપરા ચાલ્યા કરે છે. નવા નવા જીવાત્મા પરમાત્મા બનતા રહે છે.
આ અને આવી અનેક વાતોથી સમૃદ્ધ પ્રસ્તુત જૈન ઇશ્વરવાદ-તીર્થકર સ્વરૂપ અંગોનું પુસ્તક છે. જેના લેખક છે... આત્મીય સ્નેહી પં. શ્રી સંયમબોધિવિજયજી મ.સા.
કંઇક કરવું...પણ હટકે કરવું...એ એમનો મુદ્રાલેખ છે. શનિવારીય પ્રભુમિલન, હજારો પુણ્યાત્માઓને આકર્ષે એવી પરમાત્માની મહાપૂજા, સમર વેકેશનમાં વિશાળ સંખ્યક યુવાવયના આરાધકો માટે ઉપધાન તપ...આ તેઓશ્રીની આગવી ઓળખ છે એ ઓળખમાં નવી ઓળખનો ઉમેરો થાય છે...શ્રી ભુવનભાનુ પદાર્થ પરિચય શ્રેણીના સંયોજનનો..
એક શુભપળે સ્વ. ગુરૂદેવશ્રી ભુવનભાનુસૂરિ મહારાજના દિલમાં-દિમાગમાં પ્રગટેલી વિચાર જ્યોતને એમણે દિપકનું સ્વરૂપ આપીને અભુત સુકૃત કર્યું છે.
અત્યંત શ્રમસાધ્ય-મહાપરિશ્રમ સાધ્ય આ કાર્યને કાર્યના ભારને તેમણે ખૂબ જ સ્કૂર્તિથી ઉઠાવી લીધું છે. નિર્વિઘ્ન તેઓશ્રી આ શ્રેણીની સફળતા અને પૂર્ણતાને પ્રાપ્ત કરે એજ મંગળકામના.