Book Title: Param Urjano Pavitra Parichay
Author(s): Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 47
________________ ટળી જાય છે. આવી અપાય(દારૂણ નુકશાન)નાશક શક્તિ જગતમાં કોઇમાં હોતી નથી તેથી આને અપાયાપગમ અતિશય કહેવામાં આવે છે. અહીં અપાય કષ્ટ સમજવું. પરમાત્માના કર્મક્ષયજન્ય અતિશયો પ્રાયઃ આમાં સમાય છે, જેનું વર્ણન ૩૪ અતિશયના વર્ણનમાં લઇશું... = કર્મો અને કુસંસ્કારોનો સમૂળગો નાશ ર્યો હોવાથી-પોતાનું કોઇ નુકસાન હવે થવાનું નથી, અને પૂર્વભવની પરોપકારી ભાવનાથી વિશિષ્ટ પુણ્યબંધ કરેલો હોવાથી અન્યના-કષ્ટો-નુકસાનને દૂ૨ ક૨વાની વિશિષ્ટ શક્તિ પ્રગટ થઇ છે ! આમ સ્વ-૫૨ ઉભયને કલ્યાણકારી આ અતિશય માત્ર અને માત્ર તીર્થંકર ભગવંતોમાં જ શક્ય છે. ૪) પૂજાતિશય - ૫૨માત્માના પાંચે કલ્યાણકોમાં જગતમાં શક્તિસત્તા-ઐશ્વર્ય આદિમાં સૌથી ચડિયાતા ગણાતા ચોસઠ ઇન્દ્રો પણ ભગવંતની અત્યંત નમ્રભાવે ઉલ્લાસપૂર્વક પૂજા-ભક્તિ કરે છે. આવી પૂજા કોઇને પણ પ્રાપ્ત થતી નથી પણ પ્રભુને સહજ મળે છે તે પ્રભુનો અતિશય છે. દેવો અને અસુરો દ્વારા રચાતા અતિશયો આમાં સમાય છે. આવું અદ્ભુત સર્જન અને સમર્પણ વિશ્વમાં કોઇ પ્રત્યે ક્યારેય કોઇને જાગતું નથી... એક એકના વર્ણન મહાગ્રંથોના સર્જન કરે એવા છે. અહીં સંક્ષેપમાં જોઇશું... પરંતુ ત્રિલોકીનાથ દેવાધિદેવને જોતાં જ હૃદયનો જે ઉમળકો જાગે છે, એવો તો કોઇના પ્રત્યે કોઇને ક્યારેય જાગતો નથી. આ પ્રભુનો પૂજાતિશય છે. આ અતિશયો માત્ર અને માત્ર અરિહંત પરમાત્માને હોય છે માટે જ તેને તેના ગુણ તરીકે બતાવ્યા છે. બીજા આઠ ગુણ છે અષ્ટ મહાપ્રાતિહાર્ય... ૧) અશોકવૃક્ષ - શ્રી કેવળજ્ઞાની જિનેશ્વર ભગવંતની ઉપર સદાકાળ અશોકવૃક્ષ રહેલું હોય છે. પ્રભુજી સિંહાસન પર બેઠા હોય ત્યારે પણ તે છાયા કરીને ઉભું રહે છે અને વિહારમાં પણ પ્રભુને છાયો કરતું ઉપરના ભાગે સાથે ને સાથે ચાલે છે. તે અશોકવૃક્ષ અત્યંત ગાઢ સુકોમળ રાતા વર્ણના પલ્લવોના ગુચ્છાઓ, સર્વ ઋતુઓના વિકસિત પુષ્પો આદિથી અત્યંત શોભાયમાન હોય છે. તે પુષ્પોની સુગંધથી ચારેબાજુથી ભમરાઓ ખેંચાઇ આવી રણઝણ નાદ કરતા હોય છે. અત્યંત ગાઢ છાયા હોવાથી સૂર્યના કિરણો ક્યારેય અંદર પ્રવેશી શકતા નથી. મોતીની માળા-તોરણ, ઘંટાઓના સમુહ, ૩૨

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106