________________
૪. મહાવિશેષણ વિથોદ્ધારક ત્રિભુવનશિરતાજ શ્રી તીર્થકર ભગવંતો વિશ્વના જીવો પર જે અનન્ય ઉપકારની હેલી વરસાવતા હોય છે તેને સંક્ષેપમાં જાણવા માટે ખૂબ સુંદર ચાર વિશેષણ આપવામાં આવ્યા છે. એ ચાર વિશેષણને જાણીએ...
૧) મહાગોપ - ગોવાળનું કાર્ય પશુઓને નિર્ભય સ્થાનમાં આરોગ્યપ્રદ ચારો ચરાવવાનું, રોગ આદિને પારખી તેની સારવાર કરાવવાનું અને હિંસક પશુઓ આદિ જોખમોથી બચાવી જીવનને સુખી અને સુરક્ષિત બનાવવાનું છે. તેમ તીર્થકર ભગવંતો પણ આપણા જેવા જીવોને પાપરહિત નિર્ભય જીવન જીવવાની પદ્ધતિ શીખવાડવાનું, આત્માના ભાવરોગોને પારખી તેના ઉપચાર કરવાનું અને ભાવશત્રુઓથી બચાવવાનું કાર્ય કરી આત્મિક રીતે સુખી અને સુરક્ષિત બનાવવાનું કરે છે. આમ ભૌતિક જીવન અને આધ્યાત્મિક જીવન-બન્ને દૃષ્ટિએ તીર્થકર ભગવંતો મહાઉપકારી છે તેથી તેમને મહાગોપ કહેવાય છે.
૨) મહાનિર્ધામક – નિર્યામક = ખલાસી | નાવિક.. અફાટ સમુદ્રમાં તરતી મૂકેલી હોડીને પોતાના જ્ઞાન, અનુભવ અને આવડત દ્વારા વમળ, વાવાઝોડા કે તોફાની જલચર પશુઓના વિઘ્ન વચ્ચેથી પણ સહીસલામત પાર પમાડી દે છે, તેમ તીર્થકર ભગવંતો પણ મનુષ્ય જીવનની નાવને કર્મોદયના વાવાઝોડા, કુસંસ્કારોના વમળ કે નિમિત્તોના તોફાની વિદ્ગો વચ્ચેથી સહિસલામત પાર પમાડી સિદ્ધશિલાના સદા સુરક્ષિત સ્થાનમાં પહોંચાડી દે છે. સમુદ્રના વમળ, વાવાઝોડા કે વિપ્ન તો દેખાય એવા છે. બધા જ તેનાથી દૂર રહેવા માંગે છે અને ખલાસીને સહાય પણ કરે છે જ્યારે સંસારના વમળાદિત્રિક તો દેખાતા નથી, દેખાય છે તો ય મનગમતા લાગતા હોવાથી જીવ સ્વયં તેની નજીક જાય છે, તેમને આવકારે છે અને ઉપરથી અટકાવનાર બચાવનાર પ્રભુ અળખામણા લાગે છે તેથી પ્રભુનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. છતાં પ્રભુ તેને સુપેરે પાર પાડે છે. દુન્યવી ખલાસી ક્યારેક Fail જાય અને મધદરિયે નાવ ડૂબી પણ જાય તે શક્ય છે, જ્યારે પ્રભુને નાવિક બનાવ્યા પછી તેઓ તો સંસારસાગરથી પાર પમાડીને જ રહે છે માટે તેમને મહાનિર્યામક કહ્યા.
- ૩) મહામાહણ - ભરત ચક્રવર્તીએ પોતાની ચક્રવર્તીપણાની અમર્યાદ સત્તા અને સમૃદ્ધિમાં મદહોશ ન બની જવાય તે માટે ૬૦,૦૦૦ ધર્મ