Book Title: Param Urjano Pavitra Parichay
Author(s): Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 89
________________ ૨૪) ઘમ્મવવાનાંતવવવટ્ટીનું : ત્રણ બાજુ સમુદ્ર, એક બાજુ પર્વત, એમ ચાર છેવાડાથી યુક્ત પૃથ્વીનું એકછત્ર સામ્રાજ્ય ભોગવનાર ચાતુરંત ચક્રવર્તી કહેવાય છે. તેમ ચારગતિના સંસાર સામ્રાજ્યમાં તમામ જીવોમાં શિરજોર બની જના૨ તેમજ તે સંસાર-મોહ-કર્મના સામ્રાજ્યને ધર્મના ચક્રથી છેદી સહુને સિદ્ધશીલાનું અખંડ સામ્રાજ્ય અપાવનાર તીર્થંકર ભગવંતો છે, ધર્મરૂપી ચક્રના સ્વામી, ધર્મચક્રના અતિશયથી યુક્ત અને ચારગતિને છેદનારા હોવાથી ધર્મચક્રવર્તી કહેવાય છે. ૨૧) અપ્પત્તિયવરનાળવંસધરાનું : કોઇ પણ પ્રકારના અંતરાયો જેને નડી શકતા નથી તેવા, અનંત, અસ્ખલિત, અખંડ કેવલજ્ઞાન અને કેવલદર્શનને ધા૨ણ ક૨ના૨ા આ તીર્થંકર ભગવંતો હોય છે. સંપૂર્ણ બ્રહ્માંડ = ચૌદ રાજલોક તથા અનંત અલોકને હાથમાં રહેલ આમળાની જેમ સંપૂર્ણપણે અને સત્યપણે જાણી શકે તેવા જ્ઞાન અને દર્શનને તેઓ ધારણ કરે છે. ૨૬) વિયટ્ટછડનાળું : છદ્મ = જ્ઞાન-દર્શન આદિને અટકાવનાર આવરણભૂત કર્મ... તેવા કર્મ જેમણે સંપૂર્ણપણે નાશ કરી નાખ્યા છે, તે... આત્માની લબ્ધિઓ, શક્તિઓ અને ગુણોને ઢાંકી દેનાર, છાવરનાર તમામ કર્મોને નષ્ટ કરી દઇ નિરવધિ મહાસાગર જેવી વિરાટ જ્ઞાનાદિ શક્તિઓના સ્વામી બની જનાર પરમાત્મા છે. ૨૭) નિબાનું ખાવયામાં : અનાદિકાળથી આત્માની બેહાલી કરના૨, ઘો૨ દુઃખોની અને દુર્ગતિઓની પરંપરામાં ધકેલનારા, સતત સંતાપ અને સંક્લેશની આગમાં સળગતા રાખનારા રાગ અને દ્વેષ પર પોતાની ઘો૨ સાધના, અનુપમ પરાક્રમ અને વિશુદ્ધ ધ્યાનના બળે વિજય મેળવનારા અને પોતાના શરણમાં આવનારા દરેકના તથાભવ્યત્વનો પરિપાક કરાવી આપી, સત્ત્વ અને ઉલ્લાસને ઉછાળી ઘોર સાધના કરાવી વિજય મેળવી આપનારા તીર્થંક૨ પરમત્મા છે. ૨૮) તિાનું તાયામાં : અનંતજીવોના દુઃખનું એકમાત્ર કારણ એવા અતિગહન, ભયાનક, સંસારસાગરથી જેઓ સ્વયં પોતાની ઉત્તમતાથી, નિર્મલતાથી, તેજસ્વિતાથી અને અપ્રમત્તતાથી તરેલા અને પોતાના પર શ્રદ્ધા રાખનારા અનુયાયીઓને તારનારા છે. ૭૦

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106