________________
૧૮) શરદયાdi : પાપપ્રવૃત્તિ અને ભોગસામગ્રીના આકર્ષણથી વૈરાગ્ય પમાડવા દ્વારા પ્રભુ સહુ જીવોમાં તત્ત્વની જિજ્ઞાસા પેદા કરે છે. આ જ સાચું શરણ છે, કારણ કે તત્ત્વજિજ્ઞાસાના પ્રભાવે ઉત્તમગુરુનો સંયોગ, તે માટે જરૂરી વિનયાદિ ગુણો પ્રાપ્ત થાય છે, અને તેનાથી જીવ ધર્મક્ષેત્રે આગળ વધે છે.
૧૬) વોદિયાdi : ગમે તેવા સંયોગોમાં પણ ધર્મતત્ત્વ પરની જ અવિચલ શ્રદ્ધા, ધર્મમાર્ગનું જ અનુસરણ, શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ અને ભવાંતરમાં જૈનધર્મની પ્રાપ્તિરૂપ બોધિનું દાન તીર્થકર ભગવંતો જ વિશ્વના જીવોને આપી તેમની મોક્ષપ્રાપ્તિને નિશ્ચિત બનાવી દે છે.
૨૦) ઘર્મયાdi : સંસારથી તારનારા, પાપોથી બચાવનારા અને વિશ્વના તમામ જીવોના એકમેવ હિતકારી ચારિત્રધર્મની તીર્થંકર પરમાત્મા પ્રાપ્તિ કરાવે છે અને તેના દ્વારા સંસારના સાગરને ખાબોચિયા જેવો બનાવી દેવાની શક્તિ આપે છે.
૨૧) ઘમ્મસયા : આ સંસાર ચારેબાજુથી સળગતા ઘર જેવો છે. માત્ર ધર્મરૂપી વરસાદ જ તેને ઠારી શકે. તેથી સહુએ ધર્મને જ પોતાનો મુખ્ય આધાર બનાવવો જોઇએ ! આવો ધર્મનો ઉપદેશ આપી સહુને ધર્મ તરફ પ્રેરવાનું કાર્ય તીર્થકર ભગવંતો કરે છે.
૨૨) ઘમ્પનાયTIf : સ્વયં ઉત્કૃષ્ટતમ ધર્મની આરાધના કરીને, સિદ્ધ કરીને પછી જ લોકોને ઉપદેશ આપવાના કારણે સ્વયં ધર્મના નાયક (અગ્રણી-નેતા-leader) બનેલા છે. ભગવાન માત્ર ઉપદેશક (પોતે કરવું કાંઇ નહીં ને બીજાને માત્ર ઉપદેશ આપવો) નથી પરંતુ સ્વયં તેનું પાલન કરી આદર્શ ઊભો કરે છે.
૨૩) ઘમ્મસારી : સારથિ જેમ ઘોડાને પાળે-પોષે, training આપે, તોફાને ચડે તો તેને ઠેકાણે લાવે, ખોટા રસ્તે જતો હોય તો સાચા રસ્તે લાવે, તેવી જ રીતે તીર્થકર ભગવંતો ભવ્ય જીવોમાં ધર્મના રસને, બુદ્ધિને, શ્રદ્ધાને પોષે છે, ધર્મ કરવાનું સાચું શિક્ષણ આપે છે. ધર્મના માર્ગથી આડાઅવળા જાય તો વળી પાછા મોક્ષમાર્ગમાં સ્થિર કરે છે. વિષય-કષાયમોહના મહાતોફાનમાં અટવાય તો પણ તેમને નુકસાન-ફળ આદિ દેખાડી સ્વસ્થ કરે છે. તેથી તીર્થકર ભગવંતો ધર્મસારથિ કહેવાય છે.