________________
૨૧) વુદ્ધાળું વોયાળું : આત્મગુણોનો નાશ કરનારા એવા ઘાતીકર્મોનો ક્ષપક શ્રેણિના ઉત્કૃષ્ટ અધ્યવસાયની અત્યુગ્ર ધ્યાન સાધનાથી નાશ કરી અનંત અખંડ-અવ્યાબાધ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને સમવસરણમાં બેસી સત્યપંથ બતાવી વિશ્વના અનેક જીવોમાં જ્ઞાનના અજવાળા પાથરી તેમને પણ કેવળજ્ઞાની બનવાનો રસ્તો દેખાડે છે.
રૂ૦) મુત્તાનું મોસાળું : સ્વયં તમામ કર્મોથી મુક્ત થનારા, સંસા૨ના બંધનથી મુક્ત થનારા, જન્મ-જરા-મરણના ચકરાવાથી મુક્ત થનારા, મન-વચન-કાયાના યોગોથી મુક્ત થનારા હોય છે અને તેમનું શરણ સ્વીકા૨ના૨ને આત્મકલ્યાણક૨ માર્ગ દેખાડી પોતાની જેવા જ મુક્ત બનાવી મોક્ષમાં પહોંચાડે છે.
રૂ૧) સવ્વખ્ખાં સવવરિસીનું : વિશ્વના તમામ પદાર્થોને, તેની તમામ અવસ્થાઓને જે જાણે છે અને જુએ છે.
રૂ૨) સિવ-મયન-મગ-મળત-મÜય-મપુરાવિત્તિ-સિદ્ધિ જ્ઞનામઘેય વાળું સંવત્તાનું : કોઇ પણ પ્રકારના ઉપદ્રવથી રહિત, જ્યાંથી ખસવાનું નથી એવા સ્થિર, જ્યાં કોઇ રોગ આદિ નથી તેવા, જેનો ક્યારેય અંત નથી આવતો તેવા અક્ષય, પીડારહિત, જ્યાંથી સંસારમાં પાછા ક૨ીને પાછા જવાનું નથી હોતું તેવા સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરનારા આ તીર્થંકર ભગવંત હોય છે.
રૂરૂ) નો નિખાનું નિસમયાનું : સાત પ્રકારના ભયને જીતી લેનારા જિનેશ્વર ભગવંતોને નમસ્કાર થાઓ.
૭૧