Book Title: Param Urjano Pavitra Parichay
Author(s): Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 87
________________ ૧૨) નોહિયાળ : વિશ્વના યથાવસ્થિત નિરૂપણ દ્વારા તમામ જીવોનું હિત ક૨ના૨ા તીર્થંકર ભગવંત છે. Where to live, Why to live અને How to live આ ત્રણનું જ્ઞાન આપી પરમાત્મા જીવનને સફળ, સાર્થક અને સાનુકૂળ બનાવવાની વ્યવસ્થા સૂચવે છે. ૧રૂ) તોાપવાળું : પરમાત્માના વચનથી સાચી સમજ અને સાચી શ્રદ્ધા પામી શકનારા સંજ્ઞી જીવો માટે ૫રમાત્મા દીવા સમાન છે, દીવો થોડા પ્રકાશ દ્વારા થોડાક ભાગને અજવાળે છે, તેમ સામાન્ય કક્ષાના જીવોને પ્રભુ પાસેથી પોતાની પાત્રતા મુજબની સબુદ્ધિ, સશ્રદ્ધા પ્રાપ્ત થાય છે અને આત્મકલ્યાણના ક્ષેત્રે આગળ વધે છે. ૧૪) લોાપખ્તોમારાળું : અતિતીવ્ર જ્ઞાનશક્તિ ધરાવનારા ગણધર ભગવંતો, પૂર્વધર મહર્ષિઓ આદિ મહાપુરુષોને જ્ઞાનનો ઉત્કૃષ્ટ પ્રકાશ (સૂર્ય જેમ ઉત્કૃષ્ટ પ્રકાશ આપે છે તેમ) આપનારા તીર્થંક૨ ભગવંત છે. ૧૧) સમયવ્યાનું : અહીં ઇન્દ્ર મહારાજાએ સુંદર કલ્પના કરી છે. જંગલમાં લૂંટારાઓ પ્રવાસીને લૂંટી આંખે પાટા બાંધી ખૂબ ભયભીત દશામાં રખડતા કરી દે. ત્યાં કોઇ દયાળુ પહેલા નિર્ભયતાનું આશ્વાસન આપે પછી પાટા ખોલી દ્રષ્ટિ આપે, રસ્તો દેખાડે અને શક્ય હોય તો ખોવાયેલો માલ પાછો મેળવી આપી સધિયારો આપે, તેમ તીર્થંક૨ ૫રમાત્મા પણ રાગ-દ્વેષમોહ આદિ લુંટારાઓથી લુંટાયેલા જીવોને પણ ક્રમશઃ દરેક શુભભાવોનું દાન કરે છે તે પાંચ પદ દ્વારા બતાવે છે. સૌ પ્રથમ ચિત્તની સ્વસ્થતા આપી સાત ભયોથી મુક્તિ આપી તીર્થંક૨ ભગવંતો જીવને નિર્ભય બનાવે છે. સંસારની આત્મવિડંબક ત્રાસદાયક વિટંબણાઓ વચ્ચે પણ જીવને સ્વસ્થતા કેળવવા માટે જરૂરી સમાધિ આદિ પ્રભુ આપે છે. ૧૬) ચપ્પુયાળ : મોક્ષમાર્ગને જાણવા, સ્વીકારવા અને તેમાં આકર્ષિત થવા જરૂરી ધર્મદ્રષ્ટિ (Vision of Salvation) પરમાત્મા આપે છે. ૧૭) માયાળું : મોક્ષે જવા માટે જરૂરી માર્ગ અને માર્ગમાં આગળ વધવા જરૂરી સ૨ળ ચિત્તની પ્રાપ્તિ વિશ્વના તમામ જીવોને પરમાત્માના પ્રભાવે થાય છે. ૬૮

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106