________________
પ્રેમી ગૃહસ્થોને રાખેલા-જે રોજ રાજસભામાં આવીને કહેતા- નિતો નવીન , વર્ધતે મીઃ, ત ન્મ ઇન ! RT ન !' તમારા પર કર્મરાજે, મોહરાજે અને યમરાજે વિજય મેળવેલો છે, તમારા માથા પર સતત ભય ઝળુંબી રહ્યો છે. તેથી કોઇને હણશો નહીં, હણશો નહીં,'-વારંવાર આવું કહેતા હોવાથી તે ગૃહસ્થો “માહણ' નામથી ઓળખાવા લાગ્યા. “મા” = કોઇને હણશો નહીં આવો ઉપદેશ આપનાર...
શ્રી તીર્થકર ભગવંતોએ વિશ્વમાં જીવોનું સૌથી સૂક્ષ્મ-સચોટ અને વિશાલ જ્ઞાન ઉપદેશેલું છે. હજી આજનું વિજ્ઞાન પણ જ્યાં સુધી પહોંચ્યું નથી તે સ્થાવર (પોતાની ઇચ્છાથી એક જગ્યાએથી બીજા જગ્યાએ નહીં જઇ શકતા જીવો-પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ) જીવોમાં પણ જીવત્વ બતાવ્યું છે અને તેઓને પણ બચાવવાના ઉપાયો અને ઓછામાં ઓછી હિંસાથી જીવન જીવવાની વ્યવસ્થા બતાવી છે. સૂક્ષ્મ જીવવિજ્ઞાન, સૂક્ષ્મ જીવદયા અને હિંસાવિહીન જીવનવ્યવસ્થા માત્ર ને માત્ર જિનેશ્વર ભગવંતોએ જ બતાવી છે માટે તેઓને મહામાહણ કહેવાય.
૪) મહાસાર્થવાહ – વિરાટ માલસામાનને વેચાણ અર્થે પર્વત-ખીણજંગલની વસમી વાટને સહીસલામત ઓળંગી સમૃદ્ધ નગર તરફ લઇ જનાર સાર્થવાહ કહેવાય. જ્યારે કોઇ નિર્બળ કે નિર્ધન વ્યક્તિને તેવા વિકટ રસ્તાને પસાર કરવો હોય ત્યારે આવા સાર્થવાહનો આશરો લે છે. સાર્થવાહ તેને સાથ તો આપે જ છે, ઘણીવાર જરૂરિયાતવાળાને ગાડું, સામાન, ધન-ધાન્ય વિ. આપી રસ્તામાં પણ અટવાય નહીં, ભટકે નહીં, ચોર-લૂંટારૂઓથી લૂંટાય નહીં તેની કાળજી રાખે છે. ઠંડી-ગરમી-ચોમાસુ આદિમાં પણ સહાય કરે છે.
તેવી જ રીતે સંસારરૂપી અટવીને ઓળંગી મોક્ષનગરમાં પહોંચવા માંગતા જીવને પરમાત્મા તમામ પ્રકારની સહાય આપે છે. રાગ-દ્વેષ, આર્તધ્યાનાદિ સામે સમતા અને સમાધિ દ્વારા રક્ષણ પણ આપે છે. અને નબળાદુબળા જીવને પણ મોક્ષનગરમાં પહોંચાડે છે. તેથી પ્રભુ મહાસાર્થવાહ કહેવાય છે.
આમ સંસારમાં સાચી જીવનવ્યવહાર પદ્ધતિ, વિચારવ્યવહાર પદ્ધતિ અને સાધનાવ્યવહાર પદ્ધતિનું સચોટ અને સૂક્ષ્મ દિગ્દર્શન કરાવનાર પરમાત્મા આ વિશ્વમાં અનન્ય છે.
-
૬૫