________________
ઘાતીકર્મના ક્ષયથી ઉત્પન્ન થતા ૧૧ અતિશય
૧) યોજનમાત્ર સમવસરણમાં મનુષ્યો, દેવો અને તિર્યંચોની કોડાકોડી સંખ્યાનો સમાવેશ -
ઘાતીકર્મનો ક્ષય અને રાગદ્વેષનો ક્ષય તો બધા જ શુક્લધ્યાની સાધકો કરીને વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરે છે. વીતરાગતા અને સર્વજ્ઞતાની દ્રષ્ટિએ આ બધા જ મહાપુરુષો સમાન હોય છે. પરંતુ તીર્થંકર ભગવંતના કર્મક્ષય અને દોષક્ષયને અતિશય કહેવાય છે, કારણ કે પરમાત્માના સાન્નિધ્યમાં બીજાના પણ અપાયો દૂર થાય છે. અહીં પણ પરમાત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતા કરાતી સમવસરણની રચના જે એક યોજનના માપવાળી હોય છે. [ ૧ યોજન = ૪ ગાઉ = ૮ માઇલ ૧૩ કિ.મી. - દરેક વખતનું માપ તે-તે ભગવાનના સમયની કાયાના માપ મુજબ જાણવું. ] તેમાં ય ચારેબાજુ ૨૦,૦૦૦-૨૦,૦૦૦ પગથિયા જેટલી જગ્યા તો નીકળી જાય, તેથી બેસવા માટેની બચતી અલ્પ જગ્યામાં કોટાકોટી [ આવશ્યક હારિભદ્રીયવૃત્તિ પ્રમાણે અસંખ્ય કરોડ દેવતાઓ પણ ક્યારેક આવી શકતા હોય છે ] સંખ્યામાં રહેલા દેવતા, મનુષ્યો અને તિર્યંચો સમાઇ જાય છે, કોઇને પણ સંકોચાઇને બેસવું પડતું નથી, વધારે પડતી ભીડના કારણે થતી અકળામણ-દબાણ-એકબીજાના શરીરસ્પર્શજન્ય ત્રાસ વગેરે કશું જ થતું નથી અને સહુ સુખે સુખે પ્રભુજીની ધર્મદેશના સાંભળી શકે છે... આવી ઘટના માત્ર તીર્થંકર પરમાત્મામાં જ ઘટી શકે માટે જ તે અતિશય કહેવાય છે.
જે પરમાત્મા પોતાના હૃદયમાં વિશ્વના તમામ જીવોને સમાવી શકે તેઓના (કેવળજ્ઞાની બન્યા પછી) સમવસરણમાં કરોડો જીવો કેમ ન સમાઇ શકે ?
=
૨) એક યોજન ફેલાતી અને સર્વભાષારૂપે પરિણમતી પરમાત્માની દેશના - તીર્થંકર બન્યા પછી પરમાત્માનો મુખ્ય ઉપકાર સવાર-સાંજ ૧-૧ પ્રહર = ૩ કલાક ધર્મોપદેશ આપવાનો હોય છે. તેઓ વિશ્વને આત્મકલ્યાણનો માર્ગ દેખાડે છે. પરાણે હાથ પકડીને ધર્મમાર્ગમાં ચલાવતા નથી, પરંતુ હિંસાત્યાગ, પાપત્યાગ અને આત્મોદ્ધારની પ્રક્રિયાઓ તાર્કિક રીતે, દ્રષ્ટાંતોથી, તાજી જ બનેલી-સમવસરણમાં જ બેઠેલા જીવોના આગળ-પાછળના
૪૦