________________
૩૧) આરોપિતવિશેષતા - પ્રત્યેક વાક્ય-ફકરા આદિમાં કાંઇક ને કાંઇક ચમત્કૃતિપૂર્ણ, આશ્ચર્યકારી વાતોથી યુક્ત વચન બોલે અથવા બીજા વચનોની અપેક્ષાએ વિશિષ્ટતર વચન બોલાય.
૩૨) સર્વપ્રધાનતા - સત્ત્વ = સાહસ.... સાહસને પ્રેરતું-પોષતું વચન બોલાય. સત્ત્વ ખીલવવા અંગેની જબ્બર પ્રેરણા જેમાં હોય.'
૩૩) વર્ણ-પદ-વાક્ય-વિવિકતતા - અક્ષર-પદ અને વાક્યોમાં સ્પષ્ટ સમજી શકાય તેવું વ્યવસ્થિત અંતર જોઇએ, તેટલું અંતર જાળવીને બોલવું..
૩૪) અવ્યુચ્છેદિ - કહેવાઇ રહેલા અર્થની સંપૂર્ણપણે સુંદર રીતે સિદ્ધિ ન થાય ત્યાં સુધી અખંડ રીતે | ધારાબદ્ધપણે બોલવું...
૩૫) અપરિદિત - વધારે પડતો શ્રમ કે ખેદ ન થાય તેમ સહજપણે સુખપૂર્વક બોલવું...
મહાનુભાવોએ આવા ગુણવાળું વચન બોલવું જોઇએ. વિશ્વના તમામ મહાનુભાવોના સ્વામી તીર્થકર છે તેથી પરમાત્મામાં આ બધા ગુણો તમામ મહાનુભાવો કરતાં અનંતગુણ અધિક હોય છે, અને તેથી જ તેમનું વચન ધર્મી-પાપી બધાને ખૂબ અસરકારક બને છે. પ્રભુની વાણીના આ ૩૫ અતિશય થયા...
-
૫૩