Book Title: Param Urjano Pavitra Parichay
Author(s): Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 71
________________ ૨૧) પ્રશસ્યતા - ઉપ૨ના તથા અન્ય અનેક ગુણોના કારણે વિશ્વમાં પ્રશંસનીય વચન હોય. ૨૨) અપરમર્મવેધિ - બીજાઓના ગુપ્ત રહસ્યોને, દુઃખતી નસને નહીં દબાવનારું અને તેથી તેમના હૃદયને નહીં વિધનારું વચન. જાહે૨માં બીજાની નબળાઇ, મલિનતાઓ કે અપરાધોને ખુલ્લા પાડવાનું કાર્ય પ્રભુ ન કરે. સર્વજ્ઞતાથી બધું જાણવા છતાં વ્યક્તિના ગૌ૨વને સાચવીને જ વચન બોલાય. ૨૩) ઉદાર - સુંદર ભાવોને-રહસ્યોને બતાવનારું / જગાડનારું વચન બોલે. ૨૪) ધર્માર્થપ્રતિબદ્ધતા - ધર્મની પ્રેરણાઓ અને જીવનના તમામ પુરૂષાર્થના રહસ્યોને પ્રકટ કરનારું વચન બોલાય. ૨૫) કારકાદિઅવિપર્યાસ - વ્યાકરણની દૃષ્ટિએ કારક, કાલ, વચન, લિંગ વગેરેના ઉલટસુલટ વગેરે વચનદોષ વગરનું વચન બોલે. ૨૬) વિભ્રમ-વિક્ષેપ-કિલિન્કિંચિતાદિવિમુક્ત - વિભ્રમ = વક્તાના મનની ભ્રમણા / ગેરસમજણ. વિક્ષેપ = જે કહેવાનું છે તેના પ્રત્યે વક્તાનો પ્રમાદ-તૈયારીનો અભાવ. કિલિકિંચિત = રોષ, ભય, ઇચ્છા વગેરે ભાવોનું મનમાં એકસાથે રહેવું અથવા અલગ અલગ સમયે રહે અને તેનાથી પ્રભાવિત થયેલા વચન વક્તા બોલે. આવું બધુ ન હોવું અને સ્વસ્થ ચિત્તથી સ્વસ્થ બાબતોને પ્રકાશવી તે વિભ્રમ-વિક્ષેપ-કિલિકિંચિતાદિરહિતતા. ૨૭) ચિત્રકૃત્ત્વ - કહેવાના વિષય અંગે શ્રોતાઓના મનમાં સતત આતુરતા-જિજ્ઞાસા-૨સને ઉત્પન્ન કરાતું વચન બોલાય. ૨૮) અદ્ભુત – જેના ગુણો હૃદય-મનમાં આશ્ચર્ય પેદા કરનારા હોય. ૨૯) અનતિવિલંબિતા - બે અક્ષર-શબ્દ-પદ કે વાક્ય વચ્ચે વધારે વિલંબ થાય તો શ્રોતાને સાંભળવામાં મુશ્કેલી પડે. આવો વૃદ્ધજન-મંદબુદ્ધિજન ઉચિત વિલંબ ન હોય. ૩૦) અનેકજાતિવૈચિત્ર્ય - કહેવાઇ રહેલી ઘટના, પ્રસંગ, પ્રદેશ, ઋતુ-નાયક-નાયિકાના હાવભાવ... આદિ વક્તવ્યને અનુરૂપ અનેક વિષયોના રસાળ વર્ણનોથી યુક્ત વચન... ૫૨

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106