________________
સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરે છે અને અત્યુત્કૃષ્ટ રીતે મહાવ્રતો પાળે છે. પરમાત્માની પરમશક્તિ અને પરમપુરૂષાર્થ પ્રગટ થાય છે.
૧૪) સો રૂવ ટુરિસે : કાયાથી નાનો હોવા છતાં સિંહ બીજાઓથી અપરાજેય છે, તેમ મારણાંતિક-મરણ સુધી લઇ જઇ શકે તેવા હોવા છતાં ઉપસર્ગો અને પરિષદોની સામે ઝૂકી જઇને પરમાત્મા પોતાની સાધના છોડતા નથી. ભયંકરમાં ભયંકર દેવો, દાનવો કે તિર્યંચો પણ પરમાત્માને પોતાના લક્ષ્યથી ચલાયમાન કરી શકતા નથી. અહીં પરમાત્માના મહાપરાક્રમીપણાને સૂચવવામાં આવું છે.
૧૬) સંતો ફુલ મMp3 : પ્રલયકાલીન ઝંઝાવાતો પણ મેરૂપર્વતને ચલાયમાન ન કરી શકે તેમ ઘોરાતિઘોર કષ્ટો-પ્રતિકૂળતાની વણઝારો પણ પ્રભુને લીધેલા વ્રતો અને ધારેલા નિશ્ચયમાંથી ચલાયમાન કરી શકતા નથી. પ્રભુની અડગતા અને દઢતાને લાખો વંદન.
૧૬) સTIો રૂવ મારે : પોતાના પેટાળમાં રત્નો ભર્યા હોય કે મોટી મોટી પરવાળાની ખંડીય છાજલીઓ ભરી હોય, સમુદ્ર ક્યારેય પોતાની મર્યાદા ચુકતો નથી. પોતાની આપબડાઈ હાંકતો નથી તેમ પરમાત્મા પણ ક્યારેય વિશ્વકલ્યાણકર તરીકેની પોતાની મર્યાદા ક્યારેય ચૂકતા નથી કે પોતાનામાં અનેકાનેક વિશિષ્ટ ગુણો હોવા છતાં સ્વપ્રશંસાની ભૂમિકામાં ક્યારેય આવતા નથી, એટલું જ નહીં, ગમે તેટલા હર્ષ કે શોકના કારણમાં પણ પ્રભુ સ્વસ્થ રહે છે. પોતાનો સ્વભાવ ક્યારેય છોડતા નથી. અહીં પરમાત્માની ગંભીરતા, સ્વસ્થતા અને મહાનતા સ્પષ્ટ થાય છે.
૧૭) વંતો રૂવ સોનસે : ચંદ્ર જેમ શીતળ ચાંદની બધે રેલાવે છે તેમ પરમાત્મા પણ પરમશાન્તિના ધારક હોય છે. પ્રભુજીની શીતલતાને લાખો વંદન..
૧૮) સુર ડુત વિત્તર : સૂર્ય જેમ અત્યંત તેજસ્વી હોય છે, તેમ દ્રવ્યથી શરીરના વિશુદ્ધ તેજ દ્વારા અને ભાવથી સર્વજ્ઞતાના ઉત્કૃષ્ટ જ્ઞાનના પ્રકાશ દ્વારા સર્વત્ર તેજોમય પ્રભાને ફેલાવનારા તીર્થંકર પરમાત્મા હોય છે. પ્રભુની તેજસ્વિતા અને મહાજ્ઞાનિતા સહુનું કલ્યાણ કરો.
૧૨) નવ્યવUT વ ગાયે : જેમ ઉત્તમજાતનું સોનું-અગ્નિમાં પોતાના મલને બાળીને એકદમ વિશુદ્ધ થઇ જવાના કારણે અત્યંત દેદીપ્યમાન