________________
૧) શિવિસાનું વ ાનાપુ : ગેંડાના માથા પર એક જ શિંગડુ હોય છે તેમ પ્રભુ પણ વિકલ્પરહિત એકલા હોય છે. પ૨માત્માને પોતાને વ્યસ્ત રાખવા રાગ-દ્વેષજન્ય સંકલ્પ-વિકલ્પોની જરૂર નથી પડતી... માણસ એકલો પડે ત્યારે ઘણા બધા તરંગ-તુક્કા લડાવવા, ભૂતકાળનું પ્રિય-અપ્રિય ઘટનાનું સ્મરણ કરી તે-તે લાગણીઓમાં વહેવું વગેરે કરતો હોય છે અને તે રીતે જ તે એકલતાથી બચી શકે છે. પરમાત્મા તો આત્મરમણ (આત્મગુણોનું આસ્વાદન / સંવેદન કરતા ) હોવાથી પ્રભુને એકાંત પ્યારું લાગે છે. પ્રભુની આધ્યાત્મિકતાની ઊંચાઇ આમાં જણાય છે.
૧૦) વિા વ વિખમુ : પંખી પોતાનું આવાસ બદલતું હોવાથી ઘરની માયા નથી હોતી, અને બચ્ચા મોટા થાય ત્યાં સુધી જ ચિંતા, અને કદાચ કોઇ ઉપાડી જાય-ખાઇ જાય તો 'ય ક્ષણવાર જ ચિંતા, પછી પાછું પોતાની ઘટમાળમાં લાગી જાય છે. આમ ક્યાંય વિશેષ રાગની પક્કડ નથી તેમ ૫૨માત્માને પણ ક્યાંય રાગનું બંધન કે પક્કડ હોતા નથી. અહીં પરમાત્યાનું નિર્મમત્વ તથા નિર્ગન્ધત્વ સૂચવાયું છે.
૧૧) માડપવિ વ અપ્પમત્તે : ભારડ પક્ષીને શરીર એક, ડોક બે અને પગ ત્રણ હોય છે. જો બન્ને મસ્તકથી અલગ અલગ દિશામાં જવાની ઇચ્છા અને મહેનત કરે તો ત્યાં જ મોત આવી જાય. તેથી સતત અપ્રમત્તપણે જીવવું પડે છે. કોઇપણ ઇચ્છા મનમાં પેદા થાય તો પણ બીજા સાથીદારને ધ્યાનમાં લઇને જ વર્તવું પડે... તેમ પરમાત્માના જીવનમાં અખંડ અપ્રમત્તતા હતી. બોલવા-ઉંઘવા અને ખાવા પર પરમાત્માનું નિયંત્રણ ગજબનાક હતું. તમામ તીર્થંકર ભગવંતો સતત સાધના-ધ્યાન અને કર્મનિર્જરામાં જ પ્રયત્નશીલ હોય છે. પ્રભુજીનો અપ્રમત્તતા ગુણ અહીં સુંદર રીતે ઉપસી આવે છે. ૧૨) ખરો ફવ સોડીરે : હાથી જેમ પોતાના દુશ્મન સામે શૂરવીર બની લડે છે તેમ પરમાત્માએ પણ અચિંત્ય અને અપૂર્વ શૌર્ય કર્મશત્રુનો ઉચ્છેદ કરવા માટે વાપર્યું છે. સાક્ષાત્ શૌર્ય-સાહસ અને સત્ત્વનો ભંડાર એટલે તીર્થંકર ભગવંતો. અહીં દેવાધિદેવનું પરમ અત્યંતર શૌર્ય પ્રકટ થાય છે.
૧રૂ) વસદ્દો વ નાચથાને : બળદ પોતાના પર મૂકેલા મહાભા૨ને પણ યોગ્ય સ્થાને પહોંચાડવા માટે સંપૂર્ણ શક્તિ લગાડે છે, તેમ પરમાત્મા પણ સ્વીકારેલી પાપત્યાગ અને મહાવ્રતોની મહાપ્રતિજ્ઞાના પાલન-વહન માટે
૬૦