Book Title: Param Urjano Pavitra Parichay
Author(s): Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 77
________________ ૬) માયા પોતાના સ્વાર્થ માટે બીજાને ઠગવા-નુકસાનમાં ઉતા૨વા-છેતરવાની વૃત્તિ... ૭-૮-૯-૧૦-૧૪) - રતિ-અરતિ, નિદ્રા, શોક, ભય-પૂર્વે આવી - ગયા છે. ૧૧) જૂઠવચન – વસ્તુસ્થિતિ કરતાં સંપૂર્ણપણે / આંશિકપણે વિરુદ્ધ/ ગેરસમજ પેદા કરતું વચન બોલવું તે. ૧૨) ચોરી - અન્યની માલિકીની વસ્તુ તેની સંમતિ વગર પોતે માલિકીમાં લઇ લેવી... ૧૩) મત્સર જાગવી. - બીજાને આગળ વધતા જોઇ તેને પછાડવાની વૃત્તિ ૧૫) પ્રાણિવધ - જાણીને કે અજાણતા બીજા જીવને મારી નાખવા / ખૂબ ત્રાસ આપવો... ૧૬) પ્રેમક્રીડા - રાગસૂચક ચેષ્ટાઓ કરવી તે. ૧૭) પ્રસંગ - વિષયભોગનું સેવન. પૂર્વે કામ તરીકે બતાવેલ છે. ૧૮) હાસ્ય – પૂર્વે આવી ગયું છે. આ અઢારે દોષો કર્મસંયોગથી ઉત્પન્ન થનારા છે. તેથી જેનામાં આ દોષ હોય, તેનામાં કર્મનો મેલ પુષ્કળ પ્રમાણમાં હોવાથી તેને પરમાત્મા કહી શકાય જ નહીં... પરમાત્મા તો એ છે, જેનામાં સર્વથા કર્મનો નાશ થઇ ચૂક્યો છે અને દોષો પણ નિર્મૂળ નાશ પામી ચૂક્યા છે. તેથી જેનામાં આ અઢાર દોષ ન હોય, તેને જ ભગવાન માનવા, બીજાને નહીં... તીર્થંકર ભગવંતો કેવળજ્ઞાન પામતી વખતે અઢારે દોષોથી રહિત બની જાય છે. તેથી જ કૈવલ્યની પ્રાપ્તિ બાદ જ તીર્થંકર ભગવંત દેશના આપે છે અને મોક્ષમાર્ગ દર્શાવે છે. ભવ્યજીવો પણ તે દેશના સાંભળ્યા બાદ ચારિત્ર-દેશવિરતિ કે સમ્યક્ત્વ આદિ સ્વીકારે છે. આમ અઢાર દોષરહિત બનનાર જ સાચો આત્મકલ્યાણનો માર્ગ બતાવી શકે. તેથી તે જ પરમાત્મા તરીકે સ્વીકાર્ય બને છે. ૫૮

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106