Book Title: Param Urjano Pavitra Parichay
Author(s): Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 75
________________ લાલસાવાળો મોહનીય કર્મને આધીન જ હોય, વળી જ્યાં લાલસા છે, ત્યાં દુઃખી થવાની સંભાવના પૂરેપૂરી છે માટે આવી રતિવાળા ક્યારેય પરમાત્મા હોઇ શકે નહીં. ૮) અરતિ - અણગમતા રૂપ-રસ-ગંધ-સ્પર્શ આવતા જ અકળામણબેચેની-ગુસ્સો આદિના જે ભાવ મનમાં આવે છે તે સહજપણે જ જીવની અંદર બેઠેલા શ્વેષભાવ-અસહિષ્ણુતાભાવ આદિનું સૂચક છે. આવા દોષ પરમાત્મામાં કેમ હોય ? ૯) ભય - નિર્બળ-અસાહસિક અને અસહિષ્ણુ વ્યક્તિ જ ભયભીત હોઇ શકે. સત્ત્વશાલી વ્યક્તિમાં આ બધા દોષો ન હોય... પરમાત્મા પરમસત્વના ભંડાર છે તેથી તેમનામાં ભય આદિ દોષો ન હોય. ૧૦) જુગુપ્સા - સડેલી-બગડેલી-ઉતરેલી વસ્તુ કે વિલાઇ ગયેલા (વૃદ્ધ-કદરૂપા-રોગીષ્ટ-લોહી-પર્યુક્ત આદિ) સજીવના રૂપને જોઇને મનમાં ધૃણાભાવ-તિરસ્કારભાવ જાગે ! આ વસ્તુસ્વરૂપના અજ્ઞાનનું સૂચક છે. જગતના “આજ સુધરા કલ બિગડા” અને “આજ બિગડા કલ સુધરા” જેવા પદાર્થોની પરિવર્તનશીલ અવસ્થાઓની સાથે સંવેદનાઓ પલટાતી રહે તો પરમાત્મા તો સર્વજ્ઞ હોવાના કારણે વિશ્વની બધી જ વસ્તુઓ દેખાય છે. સતત ક્યાંય કાંઇક તો સડેલું-બગડેલું-ઉતરેલું રહેવાનું છે. તો તો ભગવાન સતત દુઃખી રહેવાના... આવા દોષવાળા ભગવાન કેવી રીતે હોઈ શકે ? ૧૧) શોક – અનુકૂળ અને ગમતી વસ્તુ ચાલી જવાથી મનમાં દુઃખ આઘાત-વલવલાટનો ભાવ પેદા થાય તે દુઃખી જ હોય... સમગ્ર વિશ્વને પોતાના જ્ઞાનમાં જોતા ભગવાનનો કોઇ ભક્ત દુઃખી થવાનો, તો કોઇ ભક્ત મરી જવાનો-આવું સતત ચાલવાનું. તેના કારણે તેમને સતત દુઃખી થવું પડે... માટે શોક નામનો દોષ પરમાત્મામાં ન હોય. ૧૨) કામ - પુરુષને-સ્ત્રીને કે બન્નેને ભોગવવાની ઇચ્છા... લોકવ્યવહારમાં પણ આ બાબત નિંદનીય ગણવામાં આવી છે. જો તે પરમાત્મામાં હોય તો ઉત્તમતા ક્યાં રહેશે ? માટે પરમાત્મામાં આ દોષ ન હોય. ૧૩) મિથ્યાત્વ - વિપરીત વિચારધારા તે મિથ્યાત્વ... તેનાથી તો જીવ ખોટે માર્ગે ભમે છે અને સંસારમાં અથડાય છે. પરમાત્મામાં એ દોષ કેમ સંભવી શકે ? * ૫૬

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106