Book Title: Param Urjano Pavitra Parichay
Author(s): Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 76
________________ ૧૪) અજ્ઞાન - સારાસારનો વિવેક, પદાર્થની વાસ્તવિક સમજ વગેરે જ્ઞાન કહેવાય છે. આવા જ્ઞાનનો જ અભાવ હોય તે તો મૂઢ વ્યક્તિ કહેવાય. તેને ભગવાન કેમ મનાય ? ૧૫) નિદ્રા - ઉઘના સમયમાં જીવ સ્વનો બોધ પણ ભૂલી જાય છે. પરમાત્મા સદાકાળ સર્વજ્ઞ છે તો તેમને નિદ્રા કેવી રીતે સંભવી શકે ? ૧૬) અવિરતિ - બધા વિષયોના ભોગવટાની ઇચ્છાવાળો જ વિરતિ વિના રહી શકે. આવી ઉત્કટ લાલસાવાળામાં પરમાત્મપણું કેમ મનાય ? . ૧૭-૧૮) રાગ-દ્વેષ - આ બન્ને Positive or Negative- ઝુકાવરૂપ છે. જીવ કોઇ પણ તત્ત્વને અનુકૂળ અથવા પ્રતિકૂળ તરીકે ગણે છે ત્યાં મધ્યસ્થતા નથી રહેતી. સર્વજ્ઞ ભગવાન તો વીતરાગ, સમસુખ-દુઃખ, સમશત્રુમિત્ર, પ્રશમરસનિમગ્ન હોય છે. આવી કરૂણામયવૃત્તિ રાગી-દ્વેષીમાં સંભવી જ ન શકે. રાગી-દ્વેષી તો કોઇકને સુખી કરે તો કોઇકને દુઃખી.. પરમાત્મા તો જગન્નાથ હોય-સમગ્ર જીવરાશિને સુખી કરવાની ભાવનાવાળા હોય. તેઓ રાગ-દ્વેષી ન જ હોઇ શકે... બીજી રીતે પણ અઢાર દોષ બતાવેલા છે. વસ્તુસ્થિતિ આ જ છે. નામોનું નિરૂપણ જુદી રીતે થયેલ છે તે બે શ્લોક નીચે પ્રમાણે છે. 'अन्नाणकोहमयमाणलोहमाया रई अरई य । निद्दासोअ अलियवयण चोरीया य मच्छर भया य ।।' पाणिवह पेमकीला पसंगहासा य जस्स इअ दोसा | अट्ठारस वि पणठा नमामि देवाहिदेवं तं ॥ ૧) અજ્ઞાન - આવી ગયું છે. ૨) ક્રોધ - પોતાની ઇચ્છાથી વિપરીત થવાથી ધમધમાટ આવી જવો. ૩) મદ - મળી ગયેલા વિશિષ્ટ સંયોગોથી પોતાને ઊંચા-શ્રેષ્ઠ-ઉત્તમ માનવું તે.. ૪) માન - સ્વયં પોતાના માટે જ ઊંચો-વિશિષ્ટ અભિપ્રાય ધરાવવો તે. ૫) લોભ - વધુ ને વધુ પદાર્થ-ધન-ધાન્ય આદિનો સંગ્રહ કરવાની ઇચ્છા... » ૫૭

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106