Book Title: Param Urjano Pavitra Parichay
Author(s): Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 74
________________ અત્યારે આપણે શુદ્ધ પરમાત્મતત્ત્વ ક્યા અઢાર દોષોથી રહિત હોય છે તે શાસ્ત્રમાં મળતા વચનોના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ... બે અલગ અલગ વિધાનો દ્વારા આ વાત મળે છે. ક્રમશઃ બન્નેને આપણે જાણીએ... 'अन्तराया दानलाभवीर्यभोगोपभोगगाः । हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ।। कामा मिथ्यात्वमज्ञानं निद्रा चाविरतिस्तथा । रागो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाऽप्यमी । ' ૧-૫) દાન કરવામાં ઉત્સાહ ન થવો. લાભની પ્રાપ્તિ (મહેનત કરીને કે મહેનત વગર કાંઇ મળવું તે) માં વિઘ્ન, બળવાન-નિરોગી તથા યુવાન વયમાં પણ યોગ્ય પ્રવૃતિ કરી ન શકવી તે વીર્યંતરાય, ભોગ = જે ભોજન-પાણી-ક્ -ફૂલ વગેરે એકવા૨ જ ભોગવી શકાય તે ભોગ અને ઘર-વસ્ત્રઆભૂષણ આદિ વારંવાર ઉપયોગમાં લઇ શકાય તે ઉપભોગ-આ ભોગ અને ઉપભોગની સામગ્રી હાજર હોવા છતાં તેનો ભોગવટો ન કરી શકાવો તે ક્રમશઃ ભોગાંતરાય અને ઉપભોગાંતરાય. આ પાંચે અંતરાયના નાશ થવાથી આત્મામાં પાંચ પૂર્ણશક્તિ પ્રગટ થાય છે. આવી પાંચ પૂર્ણશક્તિ જેને પ્રગટ થાય તે જ પરમાત્મા કહી શકાય... ૬) હાસ્ય કાંઇક ન જોયેલું, ન સાંભળેલું, ન અનુભવેલું પહેલીવાર જોવાથી, સાંભળવાથી કે અનુભવવાથી કે તે યાદ આવવાથી હસવું આવી શકે છે. જે સર્વજ્ઞ છે તેને તો દુનિયામાં કશું જ નવું, નહીં જોયેલું-જાણેલું નથી કે જે જોઇને આશ્ચર્યના ભાવપૂર્વક હાસ્ય પેદા થાય. વળી હાસ્ય એ મોહનીયકર્મના ઉદયરૂપ છે. તેનાથી બીજાની નબળાઇ-નુકસાન આદિ જોઇને કે અન્ય રીતે હાસ્ય પેદા થાય છે. વીતરાગને તો મોહનીય કર્મનો ક્ષય થઇ ચૂક્યો છે, તેથી તેમને હાસ્ય કેમ સંભવે ? અહીં સાહજિક પ્રસન્નતાનો વિરોધ નથી, તે તો આત્મપરિણામરૂપ છે. પરંતુ મોઢાના અને ભાવોના વિકારૂપ હાસ્યનો નિષેધ છે. હસનારો હંમેશા અસર્વજ્ઞ અને મોહયુક્ત જ હોય. તે પરમાત્મા કેમ કહેવાય ? - ૭) રતિ - ભોગ્ય પદાર્થ પર લાલસા હોય તેનેજ સુંદર રૂપ-૨સગંધ-સ્પર્શ-શબ્દ આદિને પ્રાપ્ત કરીને ‘રતિ' સુખની અનુભૂતિ થાય. આવી ૫૫

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106