________________
'આત્માને મલિન બનાવતા * અઢાર દોષથી રહિત તે જ પરમાત્મા છે?
અતિશયોનું વર્ણન આપણે જોયું, આ બધી બાહ્ય ઐશ્વર્ય અને પુણ્યપ્રભાવની વાત થઇ. પરમેશ્વરપણું જેમ ઐશ્વર્યને આધીન છે. તેમ વિશ્વતારકતા કે જગદુદ્ધારકતા માટે અઢાર દોષોથી રહિતપણું જોઇએ.
- એક દ્રષ્ટાંત જોઇએ. કવિ ધનપાલે સનાતન ધર્મમાંથી જૈનધર્મ અંગીકાર કર્યાના સમાચાર મળતા રાજા ભોજે પૂજાનો થાળ આપી દેવની પૂજા કરવા જવાનું કહ્યું... ક્યા દેવ ? કોની પૂજા ? કશો ફોડ પાડ્યો ન હોતો. કવિ પણ બધા મંદિરમાં ફરી છેલ્લે જિનાલયમાં જઇ બડા ઠાઠથી પૂજા કરી પાછા ફર્યા અને રાજાના પ્રશ્નના સમાધાનમાં જણાવ્યું કે “પહેલા વિષ્ણુમંદિરમાં ગયો, પતિ-પત્નીને સાથે જોઇ પડદો કરી બહાર નીકળ્યો.” “રામના ખભે ધનુષ્યગભરાઇને પાછો વળ્યો” “મહાદેવના મંદિરમાં ગયો. લિંગની સ્થાપના હતી. માથું જ નહીં-પૂજા ક્યાં કરું ? “અંબિકા દેવીએ ત્રિશુલ તાણેલું ને વાઘ પર સવારી કરેલી’ આ બધું જોઇને ગભરાઇ ગયો... છેલ્લે જૈનમંદિરમાં ગયો, ત્યાંના ભગવાન પાસે ન સ્ત્રી, ન શસ્ત્ર, ન રાગનું નિમિત્ત, ન Àષનું નિમિત્ત. હૈયે એટલી બધી ટાઢક વળી કે શાંતિથી બે કલાક ત્યાં પૂજા કરી.” ભગવાન તરીકે, સંસારતારક તરીકે કે આત્મોદ્ધારક તરીકેની પ્રતિતિ ક્યાં થાય તેનું આ સચોટ ઉદાહરણ છે. પરમાત્મતત્ત્વ કાંઇ આપણા પર જાદુઇ છડી નથી ફેરવી દેવાનું કે પારસમણિ લોખંડને સ્પર્શ દ્વારા સોનામાં ફેરવી દે તેમ ભક્તિના માધ્યમથી ભગવાન આપણા આત્માને પરમાત્મા બનાવી દેવાનો ચમત્કાર સર્જી દેશે, એવી વાત નથી. અહીં વિચારણા આલંબનની છે. સતત ધ્યાનભાવન-પરિણમનના ક્રમથી Process ચાલે છે અને આત્મા પરમાત્મા બનવા તરફ આગળ વધે છે. પરમવિશુદ્ધ તત્ત્વનું જ આલંબન ઉપકારી બની શકે, તેથી જ આવા શુદ્ધ તત્ત્વની ખોજ કરવાનો મહિમા શાસ્ત્રમાં બતાવ્યો છે. એવા શુદ્ધ પરમાત્મતત્ત્વને પ્રાપ્ત કરતાં જ જીવ અહોભાવથી, આનંદથી અને ઉત્સાહથી ભરાઇ જાય છે અને સાધનાનું જોમ તેના આત્મામાં પ્રગટે છે. આ બહુ જ ગહન તત્ત્વને યોગીપુરૂષો પાસેથી સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ.