Book Title: Param Urjano Pavitra Parichay
Author(s): Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 69
________________ વીર વિશ્વોપકારી મોક્ષમાર્ગદર્શક , 'વાણીનાં ૩૫ ગુણ ૧) સંસ્કારવન્ડ - સભ્યતા, વ્યાકરણશુદ્ધિ આદિ વાણીના ઉત્તમ સંસ્કરણથી યુક્ત વચન બોલે. પરમાત્માની વાણીમાં આભિજાત્ય-ઉત્તમતા હોય. ૨) ઔદાર્ચ - ઉચ્ચસ્વરે બોલાતું હોય. તંદુરસ્ત પુરુષ અને પોતાના કથન પ્રત્યે વિશ્વાસપૂર્વક વચન બોલાય તે મોટાસ્વરે બોલાય. શંકિત વચન કે રોગીના શબ્દો ઢીલા નીકળે. ૩) ઉપચારોપેત - ગામડીયા માણસ જેવું “મનમાં આવ્યું તે બોલી નાખવું” કે “એક ઘા ને બે કટકા જેવું વચન નહીં પણ ખાનદાનીથી શોભતું અને અનેક પ્રકારની વિશિષ્ટતાથી શોભતું વચન. ૪) મેઘગંભીરઘોષત્વ - વાદળના ગંભીર અવાજ જેવા ધીરગંભીર સાદે બોલાતું વચન. ૫) પ્રતિનાદવિધાયિતા - બોલ્યા બાદ પડઘા પડવાના કારણે અત્યંત પ્રભાવક અસર ઊભી થાય. ૬) સરલ - સહુ કોઇ સમજી શકે તેવા સરલ શબ્દોમાં પ્રભુજી દેશના આપે, વિદ્વત્તા દેખાડવા સાદી વાતને ભારે ભરખમ શબ્દોથી રજુ કરવાની છેતરપિંડી કે દેખાડો ન હોય. લોકવ્યવહારમાં વપરાતા શબ્દોમાં જ રજુઆત થાય. ૭) ઉપનીતરાગત - વૈરાગ્યાદિ ભાવો ઉત્પન્ન કરવા માટે ઉપયોગી માલકૌંશ આદિ વિવિધ રાગોમાં પરમાત્મા દેશના આપે... અત્યાર સુધીના અતિશયો શબ્દની અપેક્ષાએ બતાવ્યા. હવે અર્થની અપેક્ષાએ બતાવે છે. ૮) મહાર્ણતા - ઘણું કહ્યા પછી સાવ મામૂલી અર્થ નીકળે તેવું નહીં, પરંતુ એક શબ્દના અનંત અર્થ થાય તેવા મહાન અર્થવાળું વચન ફરમાવે. ૯) અવ્યાહતત્વ- પૂર્વે કહેવાયેલા અને અત્યારે કહેવાઇ રહેલા અર્થોમાં ક્યાંય પરસ્પર વિરોધીપણું ન હોય. પોતાની જ વાત પોતાના જ અન્ય શબ્દો દ્વારા ખંડિત થાય | જૂઠી ઠરે તેવું વચન પ્રભુ ન બોલે. { ૫૦

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106