________________
દિગંબર માન્યતામાં પણ ઘણા મતાંતર છે જેને વિચારવાનું આપણે જરૂરી નથી તેથી તેને આપણે અહીં લીધા નથી.
| વિશ્વમાં આવી શ્રેષ્ઠ અતિશયની ઋદ્ધિ ધરાવનાર એકમાત્ર અને એકમાત્ર તીર્થકર ભગવંતો જ છે. માટે જ તે આપણા માટે શ્રદ્ધેય, વિશ્વાસ્ય અને શરણ્ય બને છે. આવી અદ્ભુત ઐશ્વર્યની સમૃદ્ધિ વચ્ચે પણ પરમાત્મા સર્વથા નિર્લેપ-અનાસક્ત હોય છે. તેથી જ પ્રભુનું આ ઐશ્વર્ય વંદનીય બને છે. અહંકારથી આત્માના પ્રદેશ પ્રદેશ ઘેરાઇ જાય તેવા મહાશ્વર્યની વચ્ચે પરમાત્મા માત્ર સ્વભાવમગ્ન, કરુણાબાપ્ત, પરોપકારેકરસિક બની વિશ્વકલ્યાણ કરતા રહે છે. આ અતિશયની સમૃદ્ધિ રહે કે જાય, પરમાત્મામાં જરા પણ ચિંતાતુરતા, ભયભીતતા કે હર્ષ-શોક નથી હોતા. અતિશયની સમૃદ્ધિ કરતાં આ અત્યંતર સમૃદ્ધિ એથી પણ વધુ મહાન છે. આવા, બાહ્ય-અત્યંતર ઐશ્વર્યશાલી પરમાત્માને ક્રોડ ક્રોડો વંદન...
wage repe