Book Title: Param Urjano Pavitra Parichay
Author(s): Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 70
________________ ૧૦) શિષ્ટત્વ - પોતાને ઇષ્ટ એવા સિદ્ધાંતનું સુવ્યવસ્થિત પ્રતિપાદન કરનાર તથા વક્તાની શિષ્ટતાનું સૂચક વચન. સ્પષ્ટ જ્ઞાન, સરલતા, ઉદારતા, ધીરતા, ગંભીરતા, સજ્જનતા, કષાયાદિની અપરાધીનતા આદિ ગુણોથી યુક્ત પુરૂષ શિષ્ટપુરૂષ કહેવાય. તેનું વચન પણ શિષ્યવચન કહેવાય. ૧૧) અસંદિગ્ધ – પદાર્થનો એકદમ સ્પષ્ટ બોધ કરાવનારું હોવાથી સાંભળનારને ક્યાંય પદાર્થના વિષયમાં શંકા ન રહે... ૧૨) અપહતાન્યોત્તર - બીજાઓ જેને પડકારી ન શકે કે દૂષણ ન બતાવી શકે તેવું વચન. ૧૩) હૃદયંગમતા - સાંભળતા હૃદયને અપૂર્વ મીઠાશ અને આનંદનો અનુભવ થાય. ૧૪) અન્યોન્યપ્રગૃહીત – પદ, વાક્ય, ફકરા આદિ પરસ્પર એકબીજાને અનુકૂળ અનુસરનારા હોય. ઘણાના અલગ અલગ શબ્દો ખૂબજ અલંકારિક, સારા હોય પણ એકબીજાની સાથેની વ્યવસ્થિત ગુંથણી ન ફાવે તો વાક્ય બગાડી મૂકે. ૧૫) પ્રસ્તાવોચિત્ય (દેશકાલાવ્યતીત) - દેશ અને કાળ = પરિસ્થિતિપ્રસંગ આદિને અનુરૂપ જ વચન નીકળે. લગ્ન વખતે રામ બોલો ભાઈ રામ ન શોભે અને મરણ વખતે ગણેશાય નમ: ન શોભે. તેમ યોગ્ય કાળે અને તે-તે ક્ષેત્રની વ્યવસ્થા, સંસ્કારિતા-સભ્યતાને અનુરૂપ વચન નીકળે.. ૧૬) તત્ત્વાનુરૂપ - જે તત્ત્વનું વર્ણન ચાલી રહયું છે તેને અનુરૂપ વચન.. ૧૭) અપ્રકીર્ણપ્રસૃત્વ - વધારે પડતા વિસ્તાર વગરનું, વારંવાર વિષયાંતર દ્વારા રસહીન ન બનતું અને પ્રતિપાદનનો ઉત્તમ પ્રભાવ પાડતું વચન.. ૧૮) પરનિન્દાઆત્મોત્કર્ષવિયુક્ત – પ્રતિપાદનમાં ક્યાંય પોતાની જાતે પોતાની પ્રશંસા નહીં કે પોતાના વિરોધીઓની નિંદા ન હોય. વ્યક્તિકેન્દ્રિત નહીં, વિષયકેન્દ્રિત જ વચન નીકળવું જોઇએ. ૧૯) આભિજાત્ય - વક્તા અથવા બતાવાઇ રહેલા વિષયના ગૌરવને અનુરૂપ વચન. ૨૦) અતિસ્નિગ્ધ મધુરત - ઘી-ગોળ વગેરેની જેમ એકદમ જ સ્નેહ (વાત્સલ્ય-કરુણા)થી સભર અને મીઠાશસભર વચન..

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106