________________
૫૦ ધનુષ્ય = ૩૦૦ ફુટના ગોળાકાર વર્તુળમાં હોય છે. આ ગઢમાં વાહનો હોય છે. તથા આવતા જતા દેવો-મનુષ્યો-તિર્યંચોની અવરજવર હોય છે.
તે ૩૦૦ કુટનું circle પુરું થાય ત્યાંથી બીજા ગઢના એક હાથ પહોળાઊંચા પાંચ હજાર પગથિયા શરૂ થાય છે. એટલે કે ત્રીજા-બીજા ગઢ વચ્ચે પગથિયા સિવાયનો ભાગ open space હોય છે. આમ બધા જ ગઢ હવામાં અદ્ધર હોય છે. પગથિયા પૂરા થયા પછી બીજો ગઢ જ્યોતિષી દેવતાઓ દ્વારા ઉત્તમોત્તમ સુવર્ણ દ્વારા બનાવાયેલો અને રત્નમય કાંગરાઓથી સજાવાયેલો આવે છે. તેનું વર્ણન પણ પ્રથમ ગઢ મુજબ જાણી લેવું.... અહીં Plain Surface પર પશુ-પક્ષીઓ (જાતિવૈરીઓ પણ એકમેકના ગળામાં માથુ નાખીને) બેસે છે. આ ગઢમાં ઇશાન ખૂણે અતિશય નયનરમ્ય દેવછંદો-(પરમાત્મા માટે વિશ્રામસ્થાન) દેવતાઓ રચે છે. પ્રથમ પ્રહરના દેશનાના અંતે દેવોથી પરિવરેલા પ્રભુજી ત્યાં આવીને બેસે છે.
બીજા ગઢના વર્તુળના અંતેથી ત્રીજા ગઢના પાંચ હજાર પગથિયા શરૂ થાય છે અને તેના અંતે વૈમાનિક દેવોએ બનાવેલો અતિ ઉજ્જવલ મણિમય કાંગરાવાળો રત્નમય ગઢ શરૂ થાય છે. તેના centre માં એક ગાઉ ૬૦૦ ધનુ = ૧૦૪૦૦ હાથ = ૧૫૬૦૦ ફૂટ લાંબી પહોળી Plinth આવે. તેની મધ્યમાં અશોકવૃક્ષ આવે અને તેની નીચે પ્રભુજીને બેસવાના ચાર સિંહાસન ઇત્યાદિ વ્યવસ્થા આવે જેના પર બિરાજી ત્રિભુવનપ્રકાશ પરમાત્મા વિશ્વહિતકર દેશના ફરમાવે છે.
આ ગોળાકાર સમવસરણ રૂપ ત્રણ ગઢની વાત થઇ. આ જ રીતે શાસ્ત્રમાં ચોરસ સમયસરણનો પણ ઉલ્લેખ આવે છે...
ચાર સિંહાસન રત્નજડિત સુવર્ણના, પાદપીઠ પણ રત્નમય, સિંહાસનની આગળ સુવર્ણકમળ પર પ્રતિષ્ઠિત તેજોમય ધર્મચક્ર હોય છે. ચારે દિશાઓમાં એક એક હજાર યોજન ઊંચા ચાર મહાધ્વજ (ઇન્દ્રધ્વજ જેવા) હોય છે.
તેમના નામ-પૂર્વ દિશા-ધર્મધ્વજ, દક્ષિણદિશા-માન ધ્વજ પશ્ચિમ દિશા-ગજધ્વજ, ઉત્તર દિશા-સિંહ ધ્વજ
ઉપરનું બધું વ્યંતરો રચે છે. ક્યારેક આખું સમવસરણ સહિત બધું જ એક જ મહર્તિક દેવ પણ રચે છે. ત્રણે લોકમાં આવું અદ્ભુત સ્થાપત્ય બીજે ક્યાંય હોતું નથી. આ બધી રચના પરમાત્માના અચિંત્ય પુણ્યપ્રભાવથી જ થાય છે.
{ ૪૫