________________
Gી દેવકૃત ૧૯ અતિશયો કે
અહીંથી દેવતાઓએ ભક્તિ નિમિત્તે આયોજેલા અતિશયોનો પ્રારંભ થાય છે. કરે છે દેવતાઓ, પરંતુ થાય છે ભગવાનના પ્રભાવથી, અતિશયથી. દેવતાઓ પરમાત્માની હાજરી વિના જો આ અતિશયો બનાવવા જાય તો અનંતમા ભાગના પ્રભાવશાળી જ બને... આ બધા અતિશયો અત્યંત ઉત્કૃષ્ટ અને વિશ્વાતિશાયી બને છે તે માત્ર અને માત્ર તીર્થંકર પરમાત્માનો જ પ્રભાવ
૧) ધર્મચક્ર – અત્યંત દેદીપ્યમાન ૧૦૦૮ આરાવાળું ધર્મચક્ર પરમાત્માની સાથે આકાશમાં ચાલતું હોય છે. દશે દિશામાં અજવાળા પાથરતા આ અત્યંત તેજસ્વી ધર્મચક્રને જોઇ મિથ્યાત્વીઓની આંખે અંધારા છવાઇ જાય છે. પરમાત્મા જ્યારે સમવસરણમાં ચતુર્મુખ બિરાજમાન હોય છે, ત્યારે દરેક સિંહાસનની આગળ સુવર્ણકમળ પર પ્રતિષ્ઠિત એવું એકેક ધર્મચક્ર હોય છે, જે તેજમાં સૂર્ય કરતા પણ અનેકગણું તેજસ્વી હોય છે. આ ધર્મચક્ર અત્યંત મહિમાવંત હોય છે. તેથી શાસ્ત્રમાં તેના અંગે ઘણા મંત્રો અને વિદ્યાઓ બતાવેલ છે, જેના ધ્યાન અને સાધનાથી સાધક અપરાજિત = બીજાથી ક્યારેય ન જીતાય તેવો બને છે.
૨) ચામર ૩) સિંહાસન ૪) ત્રણ છત્ર અષ્ટ મહાપ્રાતિહાર્યના વર્ણનમાં જોઇ લેવું.
૫) રત્નમય ઇન્દ્રધ્વજ - પરમાત્મા વિહાર કરે ત્યારે પ્રભુજીની આગળ જમીનથી અદ્ધર એક હજાર યોજન ઊંચો વિરાટ ઇન્દ્રધ્વજ ચાલતો હોય છે. હજારો નાની ધજાઓથી શોભતા આ ધ્વજમાં મણિમય નાની ઘંટડીઓ પણ લગાડેલી હોય છે. જેનો અતિસુંદર ધ્વનિ કર્ણપ્રિય બને છે. વિશ્વમાં આવો શ્રેષ્ઠ ધ્વજ બીજે ક્યાંય ન હોઈ શકે. તેથી જ તેને ધ્વજોમાં ઇન્દ્ર = ઇન્દ્રધ્વજ કહેવામાં આવે છે. ક્યાંક તે ધર્મધ્વજ પણ કહેવાય છે.
૬) પગ મૂકવા માટે સોનાના કમળ - કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી પ્રભુજીના ચરણ મનુષ્યો દ્વારા ખરડાયેલી ભૂમિ પર ન પડે તે માટે દેવતાઓ