________________
છે. અતિતીવ્ર વૈરવૃત્તિવાળા દેવો અને દાનવો આદિના વૈર પણ અત્યંત શમી જાય છે.
પરમાત્માની ગેરહાજરીમાં પરમાત્માની દાઢાનું સ્નાત્રજળ પણ દેવલોકમાં બે ઇન્દ્રો કે મહÁિક દેવો વચ્ચેના વે૨ અને ક્લેશની પરંપરાને શાંત પાડી દે છે, આ પરમાત્માએ હાડોહાડ આત્મસાત્ કરેલા ક્ષમા-પ્રશાંતતા આદિ ગુણોનું જ પરિણામ છે. .
૬) ઇતિ = અનાજ-પાક વગેરેને પુષ્કળ પ્રમાણમાં હાનિ પહોંચાડનાર ઉંદર, તીડ, લાલ કીડી, પોપટ, જીવાત આદિ પ્રાણીસમુહનું આક્રમણ ન થાય... એકસાથે અનાજના નાશમાં અનેક લોકોને ઘો૨ નુકસાન-ભૂખમરોઅકાળ આદિ થવાની સંભાવના હોવાથી પરમાત્માના વિચરણના સવાસો યોજનમાં આવા ઉપદ્રવ ન થાય. ૭) મારિ = દુષ્ટ દેવતા વગેરે દ્વારા ચારે બાજુ કરાયેલ ગૂઢ રોગચાળાનો ઉપદ્રવ, ન સમજી શકાય, ન ટાળી શકાય તેવા ઉપદ્રવ-ઉત્પાત વગેરે ટળી જાય છે, અને તેનાથી થતી પુષ્કળ જાનહાનિ બચાવી શકાય છે. ૮) અતિવૃષ્ટિ = સતત પુષ્કળ વરસાદ-જેનાથી પાક સડી જાય, રોગચાળો ફાટી નીકળે, પૂરજન્ય જાનહાનિ-માલહાનિ ઇત્યાદિ સંભવિત અપાયો થાય-તેવો અતિવરસાદ ન થાય.
૯) અવૃષ્ટિ = સંપૂર્ણ વરસાદનો અભાવ, યોગ્ય કાળે વરસાદ ન થવો ઇત્યાદિથી થતું નુકશાન ન થાય...
૧૦) સ્વ-પરચક્રભય = સ્વદેશમાં બળવો-હુલ્લડ-વિનાશકક્રાંતિ વગેરે ન થાય, તેવી જ રીતે અન્ય રાજા સાથે યુદ્ધ વગેરે ન થાય, થયા હોય તો શાંત થઇ જાય...
૧૧) દુર્ભિક્ષ - જૂનો દુષ્કાળ નાશ પામે છે, અને નવો દુષ્કાળ થતો
નથી...
આમ પરમાત્માના પ્રભાવે અતિશય પીડાકારી કોઇ ઉપદ્રવો લોકોને પીડતા નથી. કર્મક્ષયજન્ય અતિશય બધા જ લોકસુખાકારિતા માટે થાય છે તે સ્પષ્ટ જણાય છે.
૪૨