________________
ભવો બતાવવા દ્વારા વિશ્વાસપાત્ર બનતી ઘટનાઓના વર્ણન દ્વારા બતાવે છે. પરમાત્મા આ બધું કથન અર્ધમાગધી ભાષામાં જ કરે છે પરંતુ પ્રભુના અતિશયના પ્રભાવે દેવોને દૈવી ભાષામાં, આર્યને આર્યભાષામાં, અનાર્યને અનાર્યભાષામાં, તિર્યંચોને તેમની ભાષામાં પ્રભુ બોલતા હોય તેવું લાગે છે. તેથી તેઓ પ૨મઆનંદ અનુભવે છે. આ અતિશયના પ્રભાવે જ પરમાત્મા એકસાથે અનેક જીવો પર ઉપકાર કરી શકે છે. UNO-ની મહાસભા વગેરેમાં આજે એક ભાષામાં કરાતું ભાષણ અનેક ભાષામાં સંભળાય તેવી મશીનો દ્વારા વ્યવસ્થા થાય છે. ત્યાં તો તે-તે ભાષાના અનુવાદકો શીઘ્ર અનુવાદ કરી માઇકમાં બોલે છે, તે સંભળાય છે. જ્યારે અહીં માત્ર પ્રભુના ઘાતિકર્મના ક્ષયના પ્રભાવે ઉત્પન્ન થયેલા અતિશયમાં આવો મહિમા હોય છે. UNOમાં માત્ર અમુક જ ભાષામાં Translation છે, અહીં તો દેવી, પિશાચી, તિર્યંચી આદિ બધી જ ભાષાઓમાં પરિણમન હોય છે. વિશ્વના પૌદ્ગલિક જથ્થાઓ પરના અદ્ભુત પ્રભુત્વ વગર પુદ્ગલોને અનુકૂળરૂપે પરિણમાવવાનું સામર્થ્ય ક્યાંથી આવે ? સામાન્ય વક્તાના વચન પાછળ બેઠેલા શ્રોતાઓને સાંભળવામાં તકલીફ જ્યારે પડે છે, કારણ કે અવાજ જેમ દૂર જાય તેમ ધીમો પડતો જાય છે, પરમાત્માની સભામાં એક યોજન સુધીના વિસ્તારમાં બધા જ જીવોને એકસરખી રીતે સંભળાય છે. આ પરમાત્માનો મહાન અતિશય છે.
૩) ભામંડલ - આનું વર્ણન આઠ મહાપ્રાતિહાર્યમાંથી જોઇ લેવું... • ૪થી ૧૧ :- પ૨માત્મા વિચરે ત્યાં ચાર દિશામાં ૨૫-૨૫ યોજન, ઊર્ધ્વ દિશામાં ૧૨ ।। અને અધોદિશામાં ૧૨।। એમ કુલ ૧૨૫ યોજનમાં - ૪) તાવ વગેરે રોગો ન હોય... છ માસ પૂર્વે ઉત્પન્ન થયેલા બધા (અનિકાચિત કર્મના બળે થતા) રોગો શમી જાય અને છ મહિના સુધી નવા ઉત્પન્ન થતા નથી....
૫) વૈર એટલે લોકોમાં એકબીજા સાથે વિરોધ ન હોય - આ ભવમાં બાંધેલા કે પરલોકથી સાથે લઇને આવેલા અથવા જન્મજાત વે૨ી-ઉદર-બિલાડી, સાપ-નોળિયો જેવા પ્રાણીઓ પણ ભગવંતની પર્ષદામાં હોય ત્યારે સ્વસ્થ મનવાળા થઇને દેશના સાંભળે છે. ભવોભવ સુધી ચાલે તેવા દુર્ધ૨ સ્ત્રીજમીન-ગામ-નગર વગેરેની માલિકી, કૌટુંબિક કારણો વગેરે કોઇ પણ કારણોથી ઉત્પન્ન થયેલા વેરના અનુબંધો પણ પ્રભુના પ્રભાવે તત્કાલ શમી જાય
૪૧