________________
અરિહંતની અનન્યતા - ૧૨ ગુણ છે
અષ્ટ પ્રાતિહાર્ય + ૪ મૂલ અતિશય વિશ્વમાં ધર્મસ્થાપકો તો અસંખ્ય છે, પરંતુ પરમતારક તીર્થંકર પરમાત્માની ધર્મસ્થાપના સત્ય છે એ જાણવા માટે તીર્થકર ભગવંતની અનન્યતા જાણવી જોઇએ. યોગસાધનાના પ્રભાવે લબ્ધિઓ-સિદ્ધિઓ તો ઘણા, ઘણી જાતની મેળવી શકે છે, પરંતુ ત્રિલોકપૂજ્ય દેવાધિદેવમાં અતિશયોની અનન્યતા જે જણાય છે, તે બીજે ક્યાંય નથી. તેનાથી જ ગુણભંડાર પરમાત્માની પરમસત્યતા સાબિત થઇ જાય છે. ચાલો, તેને માણવાનો પ્રયત્ન કરીએ.
જિનશાસનનો સાર નવકાર છે, નવકારનો સાર અરિહંત પરમાત્મા છે અને અરિહંત પરમાત્માનો સાર તેમનામાં રહેલા ૧૨ ગુણો છે. આ ૧૨ ગુણો માત્ર અરિહંતમાં જ હોય છે. તેમના સિવાય બીજા કોઇનામાં ક્યારેય રહી શકતા નથી. તેથી જ તેમની ઓળખ આ ૧૨ ગુણથી અપાય છે. આ બાર ગુણો છે
આઠ મહાપ્રાતિહાર્ય અને ચાર મૂલાતિશય
આ ૧૨ ગુણ માત્ર અરિહંતોમાં જ હોય છે. સહુ પ્રથમ ચાર મૂલાતિશયનું વર્ણન જોઇએ..
અનેકગ્રંથોમાં આ ચાર અતિશયથી ભગવંતની સ્તુતિ કરવામાં આવેલી છે. તેથી આ ચાર અતિશયો અરિહંત પરમાત્માનું યથાર્થ સ્વરૂપ કહેવા માટે સમર્થ છે. આ ચાર અતિશયમાં પ્રભુના બાકીના અતિશય-પ્રાતિહાર્ય-વાણીના ગુણ ઇત્યાદિ સમાઇ જાય છે તેથી આ ચાર અતિશયનું ખૂબ ચિંતન-મનન કરવું જોઇએ. અતિશય એટલે શું ? जगतोऽपि अतिशेरते तीर्थंकरा एभिरित्यतिशयाः
(અભિધાન ચિંતામણિ સ્વોપજ્ઞ ટીકા) જેનાથી તીર્થકર ભગવંતો જગતના બધા જ જીવો કરતા ચડિયાતા | ઉત્કૃષ્ટ સાબિત થાય તે અતિશય કહેવાય..
આ શબ્દમાં ઘણા બધા રહસ્યો સમાયેલા છે. આનું ઊંડાણથી ચિંતન કરવાથી તીર્થંકર પરમાત્માનું વાસ્તવિકરૂપ ધ્યાનમાં આવે છે. પરમાત્માના
એ ૩૦
જ