________________
તમામ અતિશયોના મૂળમાં તીર્થકર નામકર્મ નામના પ્રકૃષ્ટ પુણ્યનો ઉદય હોય છે. આવું પુણ્ય વિશ્વના બીજા કોઇ જીવ ક્યારેય બાંધી શકતા નથી, તેનું કારણ પરમાત્માનું શ્રેષ્ઠ સમ્યક્ત (વરબોધિ) અને ઉત્કૃષ્ટ ભાવના હોઇ શકે... તીર્થકર ભગવંત જેવું નિર્મળ સમ્યગ્દર્શન, તેવા ઉત્કૃષ્ટ શમ-સંવેગ-નિર્વેદઅનુકંપા-આસ્તિક્યના ભાવો, તેવી જીવોને તારી લેવાની ઉત્કૃષ્ટ ભાવના બીજે ક્યાંય જોવા ન મળી શકે... આમ ગુણાતિશય, ભાવનાતિશય અને પુણ્યાતિશયથી યુક્ત પરમાત્મામાં અતિશયોનું દિવ્ય સામ્રાજ્ય ફેલાય છે.
૧) જ્ઞાનાતિશય - તીર્થંકર પરમાત્મા કેવળજ્ઞાન દ્વારા લોક અને અલોકના ત્રણે કાળના તમામ ભાવોને હાથમાં રહેલા આમળાની જેમ સાક્ષાત્ નિહાળી શકે છે. તે પરમાત્માનો જ્ઞાનાતિશય.. અતિશય એટલા માટે કે અનુત્તર દેવલોકમાં રહેલા દેવોના તત્ત્વ વિશેના સંશયો કે સમીપ આવનારા તમામ જીવોના તમામ સંશયો એક સાથે છેદાઈ જાય છે. આવું સામર્થ્ય અન્ય તીર્થ-સ્થાપકોમાં તો નથી જ, પરંતુ સામાન્ય કેવળીઓમાં પણ આવું સામર્થ્ય નથી હોતું. માટે જ તેને અતિશય કહેવામાં આવે છે.
૨) વચનાતિશય - “પરમાત્માની સર્વ જીવોને અભયદાન આપવામાં સમર્થ અને સર્વ ભાષાઓમાં પરિણમતી, સાતસો નય અને સપ્તભંગીર્થ યુક્ત જે ધર્મદેશના, તે પરમાત્માનો વચનાતિશય છે.' એક સાથે દેવ-મનુષ્યોતિર્યચો પ્રતિબોધ પામી શકે છે તે પ્રભુનો વચનાતિશય છે. પરમાત્માનું વચન આગળ કહેવાનારા ૩૫ ગુણોથી સહિત હોય છે. સતત છ મહિના સુધી દેશના ચાલે તો પણ ભૂખ-તરસ ન લાગે, થાક ન લાગે, ઉંઘ ન આવે, ઉપરથી પરમતૃપ્તિનો અનુભવ થયા જ કરે. પ્રભુજીની આવી વાણી તે વચનાતિશય છે. અન્ય તીર્થસ્થાપકોમાં આવો વચનપ્રભાવ જોવા નથી મળતો. સામાન્ય કેવળીમાં પણ નહીં, માટે પ્રભુનું વચન માત્ર વચન નથી, વચનાતિશય છે.
૩) અપાયાપગમાતિશય - રાગ-દ્વેષ-મોહ આદિ દોષો જીવને હાનિકારક હોવાથી તે અપાય કહેવાય છે. તેનો અપગમ = નાશ. રાગાદિનો નાશ થવાથી પરમાત્માને આત્મસ્વરૂપનો લાભ થયો હોવાથી આ અપાયાપગમ કહેવાય છે. ભગવંત જ્યાં વિચરતા હોય ત્યાંથી ચારે દિશાઓમાં ૨૫-૨૫ યોજન, ઊર્ધ્વ (ઉપર) અને અધો (નીચે-પાતાલ) દિશામાં સાડા ૧૨-સાડા ૧૨ યોજનએમ કુલ ૧૨૫ યોજન સુધી લોકોમાં દુષ્કાળ-રોગ-શોક-મારી આદિ ઉપદ્રવો
૩૧