________________
'તીર્થકર ભગવંતનું અપૂર્વ પુણ્યસામ્રાજ્ય
-૩૪ અતિશય —
| તીર્થંકરના ગુણો, તીર્થંકરની વિશેષતાઓ તથા તીર્થંકરના અતિશયો તો અનંત છે. તેમની સાથે સંકળાયેલી પ્રત્યેક ઘટના, પ્રત્યેક વસ્તુ અનુત્તર, અનુપમ અને અલૌકિક હોય છે, છતાં બાળજીવો સહેલાઇથી સમજી શકે તે માટે ૩૪ અતિશયની અહીયાં સંખ્યા નિર્ધારિત કરવામાં આવે છે. આ પ્રત્યેકના જેવી ચીજ દુનિયામાં ભેગી કરવામાં આવે તો પણ અનંતમા ભાગે માંડ ઊભી રહી શકે. અતિશયનો અર્થ જ એ છે કે વિશ્વના તમામ પદાર્થોના સમુહ કરતા અનંતગુણ ચડિયાતાપણું.
આ ૩૪ અતિશયોના, ઉત્પત્તિના આધારે ત્રણ વિભાગીકરણ કરવામાં આવ્યા છે. (૧) જન્મની સાથે ઉત્પન્ન થતા ૪ અતિશય.
(૨) કર્મક્ષયથી ઉત્પન્ન થતા ૧૧ અતિશય. (૩) કેવળજ્ઞાન બાદ દેવતાઓએ ભક્તિથી બનાવેલા ૧૯ અતિશય.... ક્રમશઃ આપણે બધાને માણવાનો પ્રયત્ન કરીએ.
૧) ચાર સહજ = જન્મથી જ સાથે ઉત્પન્ન થતા અતિશયો... (a) અદ્ભુત રૂપ, અદ્ભુત સુગંધ, રોગ, પરસેવા અને મેલથી રહિત શરીર...
અહીં પ્રભુદેહના પાંચ વિશેષણો દર્શાવ્યા..
i) પ્રભુનો દેહ અભુત રૂપવાળો હોય છે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે દુનિયાના વિશિષ્ટતમ રૂપવાન વ્યક્તિ કરતાં મહામાંડલિક રાજાનું રૂપ અનંતગુણ ચડિયાતું. મહામાંડલિક રાજા કરતાં બલદેવનું રૂપ અનંતગુણ ચડિયાતુ, તેનાથી વાસુદેવ, તેનાથી ચક્રવર્તી, તે પછી વ્યંતર, ભવનપતિ, જ્યોતિષ, પ્રથમ દેવલોકાદિ ક્રમથી બાર દેવલોક, નવ રૈવેયક અને અનુત્તર દેવના રૂપ ક્રમશઃ અનંત અનંતગુણ ચડિયાતા, તેનાથી આહારક શરીરવાળાનું રૂપ અનંતગુણ, તેનાથી ગણધર ભગવંતનું રૂપ અનંતગુણ અને તેનાથી તીર્થકર ભગવંતોનું રૂપ અનંતગુણ ચડિયાતું હોય છે.
શાસ્ત્રો લખે છે કે તમામ દેવો આદિ ભેગા મળીને પરમાત્માનો એક અંગુઠો પણ બનાવવા બેસે તો પણ અનંતમા ભાગે આવે. વિશ્વના તમામ
- ૩૭
-