________________
કુંદ, કુંદ, કમલ, માલતી.. આદિ વિશિષ્ટ પુષ્પો હોય છે. દેવવિમુર્વિત પુષ્પો અચિત્ત હોય, બાકી બધા સચિત્ત હોય છે. આને અતિશય કહેવાનું મુખ્ય કારણ-ડીંટીયા નીચે, મુખભાગ ઉપર એવી વૃષ્ટિ, પુષ્પોને જરા પણ ત્રાસ નહીં અને તેની અતિશય સુંદરતા છે.
૩) દિવ્યધ્વનિ - વિશ્વના તમામ મધુર પદાર્થો કરતાં પણ અતિશય મધુરતાભરી વાણી વડે પ્રભુ જ્યારે માલકૌંશ આદિ રાગમાં દેશના ફરમાવે છે, ત્યારે બન્ને બાજુ રહેલા દેવતાઓ વેણુ, વીણા વગેરેના ધ્વનિ વડે પરમાત્માના ધ્વનિમાં અતિમધુરતાની વૃદ્ધિ કરે છે અને પરમાત્માના અવાજને વધુ ફેલાવાવાળો બનાવી એક યોજન સુધી ફેલાવે છે. તેથી તેમાં બેઠેલા બધા એકતાન થઇ સાંભળે છે.
દેવતાના સંગીતમાં પણ અતિ-અતિમધુરતા પેદા થવી, પ્રભુના અવાજને એક યોજન સુધી ફેલાવવાની શક્તિ આવવી તે પરમાત્માનો જ અતિશય જાણવો. અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ અને દિવ્યધ્વનિ આ ત્રણે પ્રાતિહાર્ય યોજનવ્યાપી છે.
૪) ચામર શ્રેણિ – પ્રભુજીના વિહાર વખતે આકાશમાં ઉપર અને દેશના વગેરે માટે બેસે ત્યારે બન્ને બાજુ ચામર વીંઝાય છે. તે ચામરમાં લાગેલા ચમરી ગાયના વાળ અત્યંત સફેદ અને તેજસ્વી હોય છે. અત્યંત તેજસ્વી શ્રેષ્ઠ રત્નો જડેલા સુવર્ણદંડ ચામરોને હોય છે. તેમાંથી પણ તેજસ્વી કિરણો ચારેબાજુ ફેલાતા હોય છે. ત્રણે લોકમાં આવા તેજસ્વી અને પ્રભાવશાળી ચામરો ક્યાંય હોતા નથી. તીર્થકરના પ્રભાવે સામાન્ય દેવતા પણ અનુત્તરવાસી દેવના વૈભવમાં ન હોય તેવું સર્જન કરી પરમાત્માની ભક્તિનો લાભ મેળવી લે છે.
પ્રભુ સમવસરણમાં ચતુર્મુખ બેસે ત્યારે ચારે રૂપ પાસે બે-બે યક્ષો ચામર વીંઝે છે એટલે કે આઠ ચામર વીંઝાય છે. * ૫) સિંહાસન - અત્યંત નિર્મલ આકાશ સ્ફટિકમય પાદપીઠ સહિત સિંહાસન વિહાર સમયે આકાશમાં ચાલે, બેસવાના સમયે નીચે ગોઠવાઇ જાય. સિંહાસનનો પીઠ ટેકવવાનો ભાગ અત્યંત તેજસ્વી લાલવર્ણનો હોય છે, દાઢાથી વિકરાળ અને સાક્ષાત્ જીવંત હોય તેવા સિંહની આકૃતિ પર તે
૩૪