________________
રપણાની જ્યોતિ સંસારમાંથી વિલીન થઇ અને પરબ્રહ્મરૂપ મોક્ષની મહાજ્યોતિમાં ભળી ગઇ તે નિર્વાણ કહેવાય છે. જન્મમરણમાંથી મુક્તિ એટલે પણ નિર્વાણ કહેવાય.
ચોસઠ ઇન્દ્રો ભગવંતના નિર્વાણને જાણી ગોશીર્ષ ચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી ભગવંતના દેહના અંતિમ સંસ્કાર કરે છે. અને શાશ્વત ચૈત્યોમાં મહોત્સવ કરે છે. અનાદિકાળથી સંસારના બીજા જીવો કરતાં વિશિષ્ટ તીર્થકર પરમાત્માનું ચ્યવન, જન્મ, ગૃહવાસ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ વગેરે બધું જ અલૌકિક-અદ્ભુત હોય છે. આ પાંચે કલ્યાણક સમયે તો વિશ્વના જીવોનું કલ્યાણ થાય જ છે, આજે પણ તેનું ધ્યાન વગેરે ધરતા જીવો કર્મનિજેરા, ગુણવૃદ્ધિ અને પુણ્યપુષ્ટિનો ખૂબ જ મોટો લાભ મેળવી શકે છે.
“તીર્થંકર પરમાત્માના બાહ્ય રૂપ-કાંતિ-સૌભાગ્ય-ઐશ્વર્ય બધું જ એટલું અનુપમ હોય છે કે તે જ ભવમાં મોક્ષને પ્રાપ્ત કરનારા ચરમશરીરી જીવોને પણ પરમાત્માના દર્શન બાદ એવી ઇચ્છા થાય છે કે આવું તીર્થંકરપણું તો એકવાર મેળવવા જેવું છે. ભલે કદાચ સંસારમાં ભાવો વધે, તીર્થકરપણું મળતું હોય તો હું મારા ભાવ વધારવા તૈયાર છું.” આવું મહાનિશીથ સૂત્રમાં જણાવેલ છે.
અનન્ય ગુણના ભંડાર તીર્થંકર પરમાત્માના અનંત અભ્યતર ઐશ્વર્યને ઓળખવા માટે, જાણવા માટે અને ગાવા માટે જન્મજન્માંતર પણ ઓછા પડે અને ખુદ કેવળજ્ઞાની પણ જાણી શકે, પણ એક ભવમાં વર્ણવી ન શકે... કહ્યું છે કે
'यदि त्रिलोकी गणनापरा स्यात्, तस्याः समाप्तिर्यदि नायुषः स्यात् । पारे परायं गणितं यदि स्यात्, निःशेषगणेयगुणोऽपि स स्याद् ।'
જો ત્રણે લોકના તમામ જીવો ગણવા બેસી જાય, તેમના આયુષ્ય અનંત થઇ જાય, ગણિતની પણ તમામ મર્યાદાઓને ખુલ્લી કરી દેવામાં આવે તો...તો...કદાચ...કદાચ તેમના બધા ગુણોને ગણી શકાય.
આવી અભ્યતર સમૃદ્ધિની ઓળખ માટે તો કેવળજ્ઞાનયુક્ત ભવની જ રાહ જોઇએ, હાલ બાહ્ય પુણ્યસમૃદ્ધિને ઓળખવાનો પ્રયત્ન કરીએ..
{ ૨૯