________________
છે તેમ જાણતા હોવા છતાં શાશ્વત આચાર પ્રમાણે પાંચમાં દેવલોકમાં રહેલા એકાવનારી (હવે છેલ્લો જ ભવ સંસારનો બાકી છે તેવા) લોકાંતિક દેવો આવીને ધર્મતીર્થની સ્થાપના કરવા વિનંતિ કરે ત્યારે દીક્ષાની તૈયારી કરે છે.
એક વર્ષ સુધી રોજ સવારે સૂર્યોદયથી મધ્યાહ્ન સુધી ગામો-નગરોમાં પડહ વગાડવાપૂર્વક “વરવરિકા'-“દરેકને ઇચ્છિત અપાય છે માટે આવો, પધારો અને ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત કરો” એવી સાંવત્સરિક મહાદાનની ઉદ્ઘોષણાપૂર્વક સોનું, ચાંદી, રત્નો, વસ્ત્રો, આભૂષણો, હાથીઓ, અશ્વો વગેરે દ્વારા સાંવત્સરિક મહાદાન કરાય છે.
[ ઉપદેશપ્રાસાદના કથન પ્રમાણે પ્રભુના પિતા ચાર દ્વારવાળી દાનશાળા બનાવડાવે છે. પ્રથમ હારથી આવનારને જમાડે, બીજા દ્વારથી આવનારને વસ્ત્ર આપે, ત્રીજા દ્વારથી આવનારને આભૂષણ આપે, ચોથા દ્વારથી આવનારને રોકડ નાણું આપે. ભગવાનના હાથે દાન માત્ર માનવો માટે જ છે, છતાં ૬૪ ઇન્દ્ર માટે છૂટ છે, કારણ કે પ્રભુના હાથે મળેલા દાનનો મહિમા એવો છે કે તેમને બે વરસ સુધી કલહ ઉત્પન્ન ન થાય. ચક્રવર્તી રાજાના ભંડારમાં પ્રભુના હાથથી આવેલા સોનેયા જાય તો બાર વરસ સુધી ભંડાર અક્ષય બને. રોગીઓને બાર વરસ સુધી નવા રોગ ઉત્પન્ન ન થાય.
પ્રભુ વર્ષીદાન આપે ત્યારે સૌધર્મેન્દ્ર પ્રભુને દ્રવ્ય અર્પણ કરે. ઇશાનેન્દ્ર યાચકનું જેવું ભાગ્ય તેવું તેટલું પોતાની શક્તિથી ગોઠવે. ચમરેન્દ્ર અને બલી આ બે, ભાગ્ય મુજબ વધારો-ઘટાડો કરે, એટલે કે ઇચ્છાથી વધારે ન મળે ને ઓછું પણ ન મળે. ભવનપતિ લોકોને દાન લેવા ખેંચી લાવે. વાણથંતરો દાન લઇ જનારાને સ્વસ્થાને સલામત પહોંચાડે, જ્યોતિષ્ક દેવો વિદ્યાધરોને વરસીદાનનો સમય જણાવે. ].
તે વખતે અન્યગ્રંથોના મત પ્રમાણે રોજ ૧ ક્રોડ ૮ લાખ સોનામહોર, વર્ષ દરમ્યાન ૩૮૮ ક્રોડ ૮૦ લાખ સોનામહોરનું (૩૨ લાખ ૪૦ હજાર મણ સોનાનું) દાન કરવામાં આવે છે. તે પછી સંપૂર્ણ પૃથ્વીને ઋણથી મુક્ત કરવામાં આવે છે અને સર્વત્ર યશ-કીર્તિનો સૂચક પટલ વગાડવામાં આવે છે. ત્યારબાદ ચોસઠ ઇન્દ્રો પરિવાર સહિત આવી સર્વસમૃદ્ધિ વડે આઠ દિવસનો મહોત્સવ કરે છે. પ્રભુજીનો ભવ્ય અભિષેક થાય છે. ત્યારબાદ સર્વ રીતે અલંકૃત પ્રભુ શિબિકામાં બેસી દીક્ષા માટે પ્રયાણ કરે છે. સ્વયં ઇન્દ્રો અને દેવો પ્રભુજીને શિબિકાને ઉચકી આજુબાજુ ચામર વીંઝે છે.
- ૨૭