________________
હાથમાં લે છે. આ રીતે પાંચ રૂપ કરી મેરૂપર્વત ૫૨ પ્રભુજીને પાંડકવનમાં લઇ જઇ તે-તે શિલારૂપ સિંહાસન ૫૨ સૌધર્મેન્દ્ર પોતાના ખોળામાં લઇ બેસે છે. બાકીના બારમા દેવલોકના ઇન્દ્ર અચ્યુતેન્દ્રથી માંડી ૬૩ ઇન્દ્રો સુવર્ણના, ચાંદીના, રત્નના, સોના-ચાંદીના, સોના-રત્નના, ચાંદી-રત્નના, સોનુચાંદી-રત્નના અને માટીના-એમ આઠ પ્રકારના વિરાટ ૧૦૦૮-૧૦૦૮ કલશોથી ક્ષીરોધિ નામના સમુદ્રના ૩/૪ ઉકાળેલા દૂધ જેવા પાણીથી પરમાત્માનો અભિષેક કરે છે. અત્યંત ભવ્યતાથી, અતિભક્તિસભર ભાવે, દેવેન્દ્રોઅસુરેન્દ્રો અને જ્યોતિષ્મેન્દ્રો દ્વારા કરાતો અભિષેક પ૨મદર્શનીય દૃશ્ય હશે. અસંખ્ય દેવી-દેવતાઓની હાજરી, ઉત્કૃષ્ટ વાજિંત્ર આદિનો નાદ, અભિષેક આદિ માટે લવાયેલી ઉત્કૃષ્ટ સામગ્રી આદિનું વર્ણન પણ એક વિશિષ્ટ ગ્રંથ જેટલી જગ્યા રોકી શકે છે. ૬૩ ઇન્દ્રો દ્વારા મનુષ્યની કલ્પનાના પ્રદેશથી ૫૨ એવો અભિષેક પૂરો થતા બીજા દેવલોકનો ઇન્દ્ર પોતાના ખોળામાં પ્રભુને લે છે અને સૌધર્મેન્દ્ર સ્ફટિકરત્નના ચાર મહાકાય બળદ વિકુર્તી તેના આઠ શિંગડામાંથી ઉછળી વચ્ચે ભેગી થઇ જતી ક્ષીરોદધિના જળની ધારાથી પ્રભુજીનો અભિષેક કરે છે. દરેક ઇન્દ્ર પોતાના-અભિષેકના અંતે દેવદૃષ્યથી (ગંધકાષાયવસ્ત્રથી) પ્રભુના અંગને લૂછવું, ગોશીર્ષ ચંદનનું વિલેપન, ધૂપથી ધૂપાવવુ, છત્ર-ચામર આદિ ધારણ કરવા ઇત્યાદિ ભક્તિ કરતા હોય છે.
આવો જન્માભિષેક મહોત્સવ વિશ્વમાં અન્ય કોઇ ઈશ્વરનો ક્યારેય ક્યાંય થતો નથી, અન્ય કોઇનો આવો જન્માભિષેક નથી થઇ શકતો કારણ કે તેના માટે જરૂરી પ્રકૃષ્ટ ગુણના અને પુણ્યના સ્વામી માત્ર અને માત્ર તીર્થંકર ભગવંતો જ હોય છે. આવા જન્મકલ્યાણકનું ધ્યાન-ચિંતન-મનન પણ આત્માના અનંત પાપકર્મોનો નાશ કરી દેવા સમર્થ હોય છે.
પ્રભુના જન્મના પ્રભાવે દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચોના પરસ્પ૨ના વે૨ શમી જાય છે. લોકમાં ક્ષુદ્ર ઉપદ્રવો શમી જાય છે. દુષ્ટ મંત્રો અને તંત્રો પ્રભાવ વિનાના થઇ જાય છે. ગ્રહો શાંત થઇ જાય છે. ભૂત-પ્રેત-ડાકિનીશાકિની આદિ કોઇનું કાંઇ પણ અનિષ્ટ કરી શકતા નથી. પૃથ્વીમાં દૂધ-દહીંઘી-તેલ-ઇક્ષુરસ આદિની, વનસ્પતિમાં પુષ્પ-ફળોની, મહાન ઔષધિઓમાં પોતપોતાના પ્રભાવની, રત્નો-સોનું-રૂપુ આદિ ધાતુઓની ખાણોમાં તે-તે વસ્તુઓની ખૂબ જ વૃદ્ધિ થાય છે. પૃથ્વીમાં રહેલા નિધાનો ઉપર આવે છે.
૨૫