________________
કારણ ન હોવાથી ક્યારેય તેઓ પોતાની શક્તિનો ઉપયોગ કરતા નથી.. દરિયામાં નાવ ચલાવનાર ખલાસીને જેમ ધ્રુવનો તારો દિશાસૂચક બની રહે છે તેમ અગણિત સાચા સાધકો માટે આ સિદ્ધભગવંતો ધ્રુવના તારાની જેમ આલંબન અને આધારભૂત બની રહે છે. તેમનું ધ્યાન-ચિંતન-મનન-નિદિવ્યાસન અનંતા કર્મોના ભુક્કા બોલાવી દેવા સમર્થ હોય છે.
જૈનદર્શનના મતે ચોદરાજલોકરૂપ સમગ્ર વિશ્વના સૌથી ટોચના ભાગે બરાબર મધ્યભાગમાં આવેલી ૪૫ લાખ યોજન લાંબી-પહોળી સફેદ સુવર્ણથી બનેલી સિદ્ધશિલાની ઉપર, લગભગ એક યોજનાનું અંતર રાખી એ જ ૪૫ લાખ યોજન જેટલા અવકાશમાં મસ્તકના ભાગથી બધા સમાન રહે તે રીતે સિદ્ધાત્માઓ સ્વરૂપમાં સ્થિર થયેલા હોય છે. આવા સિદ્ધભગવંતોનું આત્મસુખ જગતના ત્રણે કાળના ત્રણે લોકના તમામ જીવોના સુખના સરવાળાથી પણ અનંતગણું વધારે હોય છે. તેથી તેમને ઈશ્વર કહી શકાય...
અરૂપી, અવિનાશી, અક્ષય, અનંત, અવ્યાબાધ (પીડારહિત) સ્થિતિના ધારક અનંતાનંત સિદ્ધભગવંતોને કોટિ કોટિ વંદન....
જીવનમુક્ત ઈશ્વર દેહધારી છતાં બધા ઘાતી કર્મોનો નાશ કરી ચુકેલા તીર્થકર ભગવંતો જીવનમુક્ત ઈશ્વર તરીકે પ્રસિદ્ધ છે. વિશ્વ પર અનંત ઉપકાર આ જ તીર્થકર ભગવંતોનો હોય છે. સ્વયં સાધનાના પંથનો નકશો બનાવી-“સ્વ'ના આત્માને વિશુદ્ધ બનાવી વિશ્વને તેમણે બહુ જ મધ્યસ્થ માર્ગદર્શન આપ્યું તેથી જ વિશ્વને આત્મકલ્યાણનો માર્ગ મળ્યો. કર્તવ્યા-કર્તવ્ય, સારા-સારનો વિવેક મળ્યો. જીવન જીવવાની સાચી દિશા મળી, અજ્ઞાનના અંધકારમાં અથડાતા વિશ્વને સુખનો સાચો પ્રકાશ ચિંધનારા પરમાત્માનો ઉપકાર વિશ્વ ક્યારેય ભૂલી ન શકે.
આ ૭
-