________________
આ ૩૨ બાબતોને પણ ઉત્તમ લક્ષણ ગણવામાં આવે છે. • આવા તમામ ઉત્તમ લક્ષણોથી-કુલ ૧,૦૦૮ લક્ષણોથી પ્રભુનો દેહ શોભતો
હોય છે. • તદુપરાંત મસ્તક પર ૧૨ આંગળ ઊંચી શિખા (પ્રાયઃ હાડકાની ઊંચાઇથી
ઉપર આવેલો મસ્તકનો ઊંચો ભાગ) હોય છે, જે માત્ર તીર્થકર ભગવંતોમાં જ હોય છે. • છાતી પર વાળના ગુંચળાથી શ્રીવત્સ જેવો આકાર બનેલો હોય છે જે કઠણ છતાં
અત્યંત સુશોભિત હોય છે. આ પણ તીર્થંકરપણાની જ અનન્ય ખાસિયત છે. જમણા પગની જાંઘ (સાથળ) પર પરમાત્માની ઓળખ સમું રેખાઓથી બનેલું એક ચિહન હોય છે જે લંછન તરીકે ઓળખાય છે, દરેક તીર્થંકર પરમાત્માના અલગ અલગ લંછન હોય છે. જેમકે ઋષભદેવ ભગવાનનું લંછનબળદ, શાંતિનાથ ભગવાન-હરણ, મહાવીર સ્વામી ભગવાન-સિંહ ઇત્યાદિ..
તીર્થંકર પ્રભુના દેહનું બળ.. સેંકડો માણસોને પહોંચી વળવાનું બળ – ૧ યોદ્ધામાં ૧૨ યોદ્ધાનું બળ
– ૧ આખલામાં (બળદ) ૧૦ બળદનું બળ
– ૧ ઘોડામાં ૧૨ ઘોડાનું બળ
૧ પાડામાં ૧૫ પાડાનું બળ
૧ હાથીમાં ૫૦૦ હાથીનું બળ
૧ સિંહમાં ૨૦૦૦ સિંહનું બળ
– ૧ અષ્ટાપદમાં
(તે નામનું એક પ્રાણી છે) ૧૦ લાખ અષ્ટાપદનું બળ
– ૧ બળદેવમાં ૨ બળદેવનું બળ
– ૧ વાસુદેવમાં ૨ વાસુદેવનું બળ
- ૧ ચક્રવર્તીમાં ૧૦ લાખ ચક્રવર્તીનું બળ
– ૧ નાગેન્દ્રમાં ૧ ક્રોડ નાગેન્દ્રનું બળ
– વૈમાનિક ઇન્દ્રમાં આવા અનંત ઇન્દ્રના બળ જેટલું બળ તીર્થકર પ્રભુની ટચલી આંગબીમાં હોય છે... આવા વિશ્વમાં અનન્ય તીર્થંકર પરમાત્માના ચરણે લાખ લાખ વંદન...
- ૨૦ -
| | | | | |
| |